આંધ્ર પ્રદેશમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 19 જાન્યુઆરીએ પીએમ દેખાડવાના છે લીલીઝંડી

Vande Bharat Train: ટ્રેનને પીએમ મોદી દ્વારા સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી દેખાડી રવાના કરવાની છે. તે લગભગ આઠ કલાકમાં સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર કાપશે. 

આંધ્ર પ્રદેશમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 19 જાન્યુઆરીએ પીએમ દેખાડવાના છે લીલીઝંડી

વિશાખાપટ્ટનમઃ Stones Pelted On Vande Bharat Train: બુધવારે (11 જાન્યુઆરી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસેના કાંચારાપાલમમાં આ ઘટના બની છે. મંગળવાર (19 જાન્યુઆરી) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના હતા. 

DIM એ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટી ગયા હતા. ઘટના બાબતે તપાસ ચાલુ છે.

અગાઉ પણ પથ્થરમારાની ઘટના બની હતી
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ પહેલા 3 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તાર પાસે ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી. આ દરમિયાન રેલવેના C-3 (C-3) અને C-6 (C-6) કોચ પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાખવામાં આવ્યા છે.

Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4

— ANI (@ANI) January 11, 2023

આ દિવસે માલદા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર કુમારગંજ રેલવે સ્ટેશનની પાસે ટ્રેન પર આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 22303 વંદે ભારત એક્સપ્રેસના ડબ્બા સંખ્યા સી-13ના કાચ તૂટી ગયા હતા. 

આ સમગ્ર મામલે સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો બંગાળમાં નહીં પરંતુ બિહારમાં થયો હતો. તેમણે કહ્યું હતું કે અમારા રાજ્ય વિશે ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તેમણે વંદે ભારત વિશે કહ્યું હતું કે જૂની ટ્રેનમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news