આલોક વર્મા ઇમાનદાર અધિકારી, PM પોતાનાં નિર્ણય અંગે વિચારે: સ્વામી

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, રાકેશ અસ્થાના એક ભ્રષ્ટ અધિકારી છે તેમનો બચાવ કરવો ભાજપ માટે યોગ્ય નહી

આલોક વર્મા ઇમાનદાર અધિકારી, PM પોતાનાં નિર્ણય અંગે  વિચારે: સ્વામી

અમદાવાદ : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરૂવારે કહ્યું કે, સીબીઆઇ નિર્દેશક એક ઇમાનદાર અધિકારી છે, જે ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટેનું સારૂ કામ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાનને વર્માની વિરુદ્ધ ઉઠાવાયેલા પગલા પર પુનર્વિચાર કરવા માટે જણાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, અલોક વર્મા અને સીબીઆઇનાં વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે મતભેદ ચાલી રહ્યો અને સરકારે મંગળવારે રાત્રે તેમનાં તમામ અધિકાર લેતા તેને અવકાશ પર મોકલી દેવાયા.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, તેમને વડાપ્રધાન પર સંપુર્ણ વિશ્વાસ છે. કિન્તુ તેમણે એવો પણ દાવો કર્યો કે તેમની આસપાસનાં લોકો મોદીની સાથે સાથે ભાજપનાં હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ભ્રષ્ટાચારની વિરુદ્ધ વર્મા સારૂ કામ કરી રહ્યા છે
એક કાર્યક્રમમાં અહીં ભાગ લેવા માટે આવેલા સ્વામીએ કહ્યું કે, ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઇમાં વર્મા સારૂ કામ કરી રહ્યા છે. ભાજપ સાંસદે કહ્યું કે, હું વડાપ્રધાનને અપીલ કરૂ છું કે તેઓ સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને હટાવવા અંગે પુનર્વિચાર કરે. વર્મા એક ઇમાનદાર અધિકારી છે જ્યારે અસ્થાના એક ભ્રષ્ટ અધિકારી છે. 

સ્વામીને પુછવામાં આવ્યું કે, અસ્થાના વિરુદ્ધ જ્યારે તેઓ આરોપ લગાવી રહ્યા છે, શું તેનાં કોઇ પુરાવાઓ તેમની પાસે છે, સ્વામીએ કહ્યું કે, તેઓ સમગ્ર પુરાવાઓ વગર ક્યારે કંઇ પણ નથી બોલતા. 

નીરવ મોદી ભાગી ગયો, મેહુલ ચોક્સી ભાગી ગયો, માલ્યા મુદ્દે લુક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી. આ વસ્તુઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ ભાજપના અભિયાનને નબળુ પાડી રહ્યા છે જ્યારે તેણે વિદેશોમાં રખાયેલા કાળાનાણાને પાછા લાવવાનું વચન આપ્યું છે. 

ભાજપમાં પણ ચિદમ્બરમનાં કેટલાક શુભચિંતક
સ્વામીએ કહ્યું કે, જો પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમની વિરુદ્ધ ચાલી રહેલા હાલની તપાસમાં પ્રવર્તન નિર્દેશાલયનાં અધિકારી રાજેશ્વર સિંહને હટાવી લેવામાં આવે છે તો તે ભ્રષ્ટાચાર મુદ્દે હટી જશે જે તેમને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓની વિરુદ્ધ દાખલ કર્યા છે. 
વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની વિરુદ્ધ અલગ અલગ કેસ દાખલ કરી ચુકેલા સ્વામીએ દાવો કર્યો કે ભાજપમાં પણ ચિદમ્બરમનાં ઘણા શુભચિંતક છે જે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તેમણે કોઇનું પણ નામ લેવાનું ટાળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news