સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર, સુનીતાને બચાવવા નાસા પાસે માત્ર 13 દિવસ!

Sunita Williams in Space Walk: 3 વખત અંતરિક્ષમાં જઈ ચૂકેલી સુનીતા વિલિયમ્સને પહેલીવાર કડવો અનુભવ થયો છે... ત્યારે આશા રાખીએ કે ભારતીય મૂળની દીકરીની ઝડપથી પૃથ્વી પર પાછી આવે...

સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર, સુનીતાને બચાવવા નાસા પાસે માત્ર 13 દિવસ!
  • સુનીતા ક્યારે પાછી આવશે?
  • નાસા પાસે માત્ર 13 દિવસ બચ્યા
  • શું નાસા બંને અવકાશયાત્રીને લાવી શકશે?
  • 18 ઓગસ્ટે ક્રૂ-9 મિશન લોન્ચ કરાશે
  • નાસા સ્પેસ-Xની લઈ શકે છે મદદ
  • સુનીતા માટે દેશ-દુનિયામાં પ્રાર્થના

Sunita Williams in Space Walk: નાસાની ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ હજુ પણ અંતરિક્ષમાં છે... તે સાથી બૂચ વિલ્મરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગઈ તેને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે... જોકે હવે તેને ધરતી પર પાછી લાવવા નાસા પાસે માત્ર 13 દિવસનો સમય બચ્યો છે... ત્યારે 13 દિવસ પછી શું થશે?... નાસાનું ક્રૂ-9 મિશન શું છે? જાણો વિગતવાર આ રિપોર્ટમાં... 

સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર
સુનીતાને બચાવવા નાસા પાસે માત્ર 13 દિવસ!
શું નાસા બંને અવકાશયાત્રીને ધરતી પર લાવી શકશે?

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે.. કેમ કે છેલ્લાં 2 મહિના કરતાં વધુ સમયથી ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ સાથીદાર બૂચ વિલ્મરની સાથે અંતરિક્ષમાં ફસાયેલા છે.

5 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઈનરનું અવકાશયાન સુનીતા અને બૂચ વિલ્મરને લઈને રવાના થયું હતું... બંને અવકાશયાત્રીનું આ મિશન માત્ર 8થી 10 દિવસનું હતું... પરંતુ હિલિયમ લીકેજ અને થ્રસ્ટર્સમાં ખામીના કારણે અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર વાપસીને ટાળી દેવામાં આવી...નાસા અત્યાર સુધી ચાર વખત સુનીતાની ધરતી પર વાપસીની તારીખને બદલી ચૂક્યું છે... પરંતુ હવે નાસા પાસે સુનીતાને ધરતી પર લાવવા માટે માત્ર 13 દિવસ બચ્યા છે... આવું અમે કેમ કરી રહ્યા છીએ?... તો તેના પર નજર કરીએ તો...

નાસાનું ક્રૂ-9 મિશન 18 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે...
તેના આવવાથી સ્ટારલાઈનરને ISSના ડોકિંગ પોર્ટથી હટાવવું પડશે...
ત્યારબાદ નાસાનું કામ વધારે મુશ્કેલ બની જશે...
ક્રૂ-9 મિશનના કારણે સુનીતા-વિલ્મરને બચાવવા મુશ્કેલ બની જશે...

જોકે ડરામણા સમાચારની વચ્ચે નાસાનો પ્લાન બી પણ સામે આવ્યો છે... તેના પર નજર કરીએ તો...
સુનીતાની વાપસી માટે નાસા સ્પેસ-Xની મદદ લેશે...
સ્પેસક્રાફ્ટ રોકેટની મદદથી 4 અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં જશે...
ચારેય અંતરિક્ષયાત્રી બોઈંગ સ્ટારલાઈનરની ખામીઓને દૂર કરશે...
મિશન અંતર્ગત અવકાશયાનના ઉપકરણોની તપાસ કરશે...
જરૂર પડશે તો યાનના તે ઉપકરણોને બદલવામાં આવશે...

3 વખત અંતરિક્ષમાં જઈ ચૂકેલી સુનીતા વિલિયમ્સને પહેલીવાર કડવો અનુભવ થયો છે... ત્યારે આશા રાખીએ કે ભારતીય મૂળની દીકરીની ઝડપથી પૃથ્વી પર પાછી આવે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news