પીએમ મોદીના ગુજરાત પ્રવાસના થોડા કલાકો પહેલા આ સ્થળનું બદલાયુ નામ
PM Modi gujarat visit : આજે સાંજે 5.30 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. જોકે, તેમના આગમનના થોડા કલાકો પહેલા જ ગાંધીનગરના આ સેન્ટરનું નામ બદલવામાં આવ્યું
Trending Photos
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે
- આજે ગાંધીનગરમાં વિધા સમીક્ષા કેન્દ્રની લેશે મુલાકાત
- મુલાકાત પહેલા વિધા સમીક્ષા કેન્દ્રનું નામ બદલાયું
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. આજે સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. જોકે, તેમના આગમનના થોડા કલાકો પહેલા જ ગાંધીનગરના આ સેન્ટરનું નામ બદલવામાં આવ્યું. અગાઉ તે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તરીકે ઓળખાતુ હતું, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટ પ્રમાણે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરાયું છે.
પીએમની ટ્વીટ બાદ નામકરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટ પ્રમાણે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલાયુ છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની જગ્યાએ વિધા સમીક્ષા કેન્દ્ર લખવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત મુખ્ય બિલ્ડીંગનુ પણ નામ બદલી દેવાયુ છે. પીએમ.મોદીના ટ્વીટ બાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના બદલે વિધા સમીક્ષા કેન્દ્ર નામ કરાયુ છે.
શું છે વિધા સમીક્ષા કેન્દ્ર
રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી થાય છે. ઓનલાઈમ પોર્ટલ મારફતે હાજરી પૂરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી જ ખબર પડે છે.
- મોબાઇલ-ટેબલેટથી વિડીયો કોલીંગ દ્વારા તેને અત્યારે કયાં વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે તેની ચકાસણી પણ થાય છે
- વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે,જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી તેનું સીધું નિરીક્ષણ થાય છે
- વિધાર્થીના ભણતર ને વધુ મા વધુ સુચારુ અને સુદ્રઢ બનાવી શકાય તે મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કામ કરે છે
ત્રણ દિવસનો પીએમનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. દેશમાં સૌથી વધારે દૂધ એકઠું કરતી બનાસ ડેરીનો આ પ્લાન પશુપાલકો માટે ખુબ જ મહત્વનો બની રહેવાનો છે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે. પશુપાલન સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી હોય છે. જેના કારણે પ્રધાનમંત્રી મોટી સંખ્યામાં બહેનોને સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં ઝાડયસ હોસ્પિટલની લોકાર્પણ કરશે. 250 ખર્ચે તૈયાર થયેલી 750 પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે પ્રધાનમંત્રી મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ હોસ્પિટલ કાર્યરત જતાં આદિવાસી જિલ્લામાં હવે વધુ સારવાર માટે અમદાવાદ કે વડોદરાના ધક્કા નહીં ખાવા પડે. પોતાના જ જિલ્લામાં આરોગ્યની તમામ સારવાર મળી રહેશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. PM મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. પ્રધાનમંત્રીના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે