ખતના પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'ફક્ત લગ્ન અને પતિ માટે નથી મહિલાનું જીવન'
કોર્ટે કહ્યું કે મહિલાઓને તે સ્તર સુધી 'વશીભૂત' ન કરી શકાય, જ્યાં તેમને ફક્ત પોતાના પતિને ખુશ કરવાના હોય છે.
Trending Photos
નવી દિલ્હી: દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયમાં પ્રખ્યાત સગીર છોકરી છોકરીઓને ખતના કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સોમવાર (31 જુલાઇ)ના રોજ ખતના વિરોધમાં દાખલ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મહિલાઓને તે સ્તર સુધી 'વશીભૂત' ન કરી શકાય, જ્યાં તેમને ફક્ત પોતાના પતિને ખુશ કરવાના હોય છે.
ફક્ત લગ્ન માટે નથી છોકરીઓનું જીવન
ખતનાને ખતમ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે મહિલાનું ખતના ફક્ત એટલા માટે ન કરી શકાય કે તેમને લગ્ન કરવાના છે. સુપ્રીમ કોર્ટે એમપણ કહ્યું કે મહિલાનું જીવન ફક્ત લગ્ન અને પતિને ખુશ કરવા માટે નથી.
પીઠે કર્યો મૌલિક અધિકારોનો ઉલ્લેખ
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે સંવિધાનના અનુચ્છેદ 15 (ધર્મ, મૂલવંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન અથવા તેમાંથી કોઇના આધાર પર ભેદભાવ પર પ્રતિબંધ) સહિત મૌલિક અધિકારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોઇપણ વ્યક્તિને પોતાના 'શરીર પર નિયંત્રણ'નો અધિકાર છે. પીઠે આ કુપ્રથા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરનાર અરજી પર સુનાવણી કરી રહી હતી.
પીઠને ત્યારે આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું, ''જ્યારે તમે મહિલાઓ વિશે વિચારો છો ત્યારે તમે રિવર્સ ગિયરમાં કેવી રીતે જઇ શકો છો.'' કેંદ્વ તરફથી ઉપસ્થિત એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે સરકાર આ કુપ્રથાની વિરૂદ્ધ દાખલ અરજીનું સમર્થન કરે છે. પીઠે કહ્યું કે 'ભલે આ (એફજીએમ) ગમે તે રીતે કરવામાં આવે, મુદ્દો એ છે કે આ મૌલિક અધિકારો અને ખાસકરીને અનુચ્છેદ 15નું ઉલ્લંઘન કરે છે.'' પીઠમાં ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્વચૂડ પણ સામેલ છે. પીઠે કહ્યું કે ''આ તમારા જનનાંગ પર તમારા નિયંત્રણ માટે જરૂરી છે. આ તમારા શરીર પર તમારું નિયંત્રણ સુનિશ્વિત કરવા માટે જરૂરી છે.'' પીઠે કહ્યું કે મહિલાઓ આવી કુપ્રથાનઈ વશીભૂત કરવામાં આવી છે જે તેમને એવા સ્તર સુધી પહોંચાડે છે જ્યાં ફક્ત તેમને ''પોતાના પતિઓને ખુશ કરવાના' હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે