NEET PG 2022: 21 મી મેએ જ યોજાશે નીટ પીજીની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
કોર્ટે એમ પણ કહ્યું કે આ વર્ષે આપણી પાસે ગત બે વર્ષમાં થયેલો પરીક્ષામાં વિલંબનું કારણ એટલે કે કોરોનાવાયરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબ મોટા પાયે પ્રભાવિત કરશે. તેનાથી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા વગેરે માટે ઈન્ટર્નશીપની છેલ્લી તારીખને પણ અસર થશે.
Trending Photos
NEET-PG 2022: NEET-PG 2022: 21મી મેના રોજ થનારી NEET-PG 2022 પરીક્ષાને મોકુફ કરવા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે હાલ પરીક્ષા મોકુફ કરવાથી અરાજકતા અને અનિશ્ચિતતા પેદા થશે. તેનાથી પેશન્ટ કેર પણ પ્રભાવિત થશે અને તૈયારી કરનારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ખોટું ગણાશે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું કે પ્રવેશમાં કોઈ પણ પ્રકારના વિલંબથી દર્દીઓની દેખભાળ અને હોસ્પિટલોમાં કામગીરી પ્રભાવિત થાય છે. પરીક્ષા મોકુફ કરવાની ભલામણ પર વિચાર કરાયો છે. વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવાયો છે કે હાલ પરીક્ષા મોકુફ કરીને પેશન્ટ કેરને પ્રભાવિત થવા દેવાય નહીં.
કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે રાજ્ય સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એવા ડોક્ટર છે જેમણે 2022ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 2 લાખ 6000થી વધુ ડોક્ટરોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે. જે ગત 2 વર્ષમાં પરીક્ષામાં બેસનારા ડોક્ટરોની સંખ્યા કરતા ઘણી વધુ છે. પરીક્ષામાં વિલંબ અન્ય ક્ષેત્રો જેમ કે સુપર સ્પેશિયાલિટી એડમિશનને પણ પ્રભાવિત કરશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ વર્ષે આપણી પાસે ગત બે વર્ષમાં થયેલો પરીક્ષામાં વિલંબનું કારણ એટલે કે કોરોનાવાયરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબ મોટા પાયે પ્રભાવિત કરશે. તેનાથી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા વગેરે માટે ઈન્ટર્નશીપની છેલ્લી તારીખને પણ અસર થશે.
Supreme Court says the request to postpone NEET-PG 2022 cannot be entertained as it would affect patient care and doctors' career; the needs of patient care is paramount.
— ANI (@ANI) May 13, 2022
અત્રે જણાવવાનું કે વિદ્યાર્થીઓ તૈયારી માટે પુરતો સમય ન મળ્યાનો હવાલો આપીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે NEET PG 2022 પરીક્ષાને 8 સપ્તાહ માટે ટાળવાની માગણી કરી રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને 21મી મેથી થનારી નીટ-પીજી પરીક્ષા હાલ મોકુફ રાખવાની અપીલ કરી હતી. આઈએમએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને ઓછો સમય મળ્યો છે. આવામાં પરીક્ષાર્થીઓનું હિત જોતા હાલ પુરતી પરીક્ષા મોકુફ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે