SC/ST 1000 વર્ષથી હાશિયામાં ધકેલાયેલ સમાજ, પ્રમોશનમાં અનામત જરૂરી: મોદી સરકાર
આ મુદ્દે સુનવણી કરી રહેલ સંવિધાન પીઠમાં જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ સંજય કિશન કૌલ ઉપરાંત ઇંદુ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે
Trending Photos
નવી દિલ્હી : સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં અનામત્ત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનવણી થઇ. સુપ્રીમ કોર્ટે પાંચ જજોની પીઠ આ મુદ્દે સુનવણી કરી રહી છે. વિવાદની શરૂઆત કરતા એટોર્ની જનરલ કે.કે વેણુગોપાલે કહ્યું કે,નાગારાજ આ મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના નિર્ણયની સમીક્ષાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, સંવિધાન પીઠ સરકારી નોકરીઓમાં બઢતીમાં ક્રીમી લેયર માટે એસસી-એશટી અનામત્ત મુદ્દા પર પોતાનાં 12 વર્ષ જુના ચુકાદાની સમીક્ષા કરી રહ્યા છે. પીઠ આ વાત અંગે પણ વિચારણા કરી રહી છે કે આ મુદ્દે સાત જજની પીઠને પુનર્વિચાર કરવાની જરૂર છે કે નહી.
શુક્રવારે સુનવણી દરમિયાન કોર્ટે સરકારને પુછ્યું કે એશસી-એસટી અનામતનાં મુદ્દે પોતાનાં 12 વર્ષ જુના નિર્ણયની સમીક્ષાની જરૂર શા માટે છે ? જે અંગે કેન્દ્રની તરફથી AGએ કહ્યું કે, 12 વર્ષ જુના 2006નાં એમ.નાગરાજનો ચુકાદો એસસી-એસટીના પ્રમોશનમાં અનામત્તમાં બાદક બની રહ્યો છે. એટોર્ની જનરલે કહ્યું કે, જ્યારે એકવાર તેમને એસસી-એસટી આધારે નોકરીઓ મળી ચુકી છે તો પછી પ્રમોશનમાં અનામત માટે ફરી એકવાર ડેટાની જરૂર શા માટે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ આ મુદ્દે સુનવણી કરતા કેન્દ્ર સરકારને એસસી-એશટી કર્મચારીઓને પ્રમોશન આપવાની પરવાનગી આપી હતી.
1000 વર્ષથી હાશિયામાં છે એસસી-એસટી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2006નાં નાગરાચ ચુકાદા અનુસાર એસસી-એસટીને પ્રમોશનમાં અનમત સરકાર ત્યારે જ આપી શકે છે જ્યારે ડેટાના આધારે તે નિશ્ચિત હોય કે તેનું પ્રતિનિધિત્વ ઓછું છે અને તે તંત્રની મજબુતી માટે જરૂરી છે.
આ અંગે સરકારની તરફથી હાજર એટોર્ની જરલે જણાવ્યું કે, એસસી-એસટી સમુદાય 1000 વર્ષથી હાશિયામાં રહ્યો છે. એટોર્ની જનરલે કહ્યું કે, આપણે તે કઇ રીતે નિર્ધારિત કરી શું કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે ? શું તે દરેક પદના આધારે હશે કે સમગ્ર વિભાગનાં આધારે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે