સુષમા સ્વરાજનું છેલ્લુ ટ્વિટ, ‘હું આ દિવસ જોવાની જ પ્રતિક્ષા કરતી હતી’

સુષમા સ્વરાજે 6 ઓગસ્ટે છેલ્લુ ટ્વિટ કર્યું હતું તેમણે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય અંગે તેમને અભિનંદન પાઠવ્યા હતા. 
 

સુષમા સ્વરાજનું છેલ્લુ ટ્વિટ, ‘હું આ દિવસ જોવાની જ પ્રતિક્ષા કરતી હતી’

દિલ્હી: મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહેલા સુષમા સ્વરાજનું નિધન થયું છે. 6 ઓગસ્ટે તેમનું સારવાર દરમિયાન દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમનુ નિધન થયું છે. હાર્ટ એટેક બાદ 67 વર્ષની ઉમરે સુષમા સ્વરાજે દેહ ત્યાગ કર્યો હતો. દિલ્હીની એઇમ્સમાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. રીપોર્ટ અનુસાર તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજે 6 ઓગસ્ટે છેલ્લુ ટ્વિટ કર્યું હતું. તેમણે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય અંગે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે છેલ્લા ટ્વિટમાં લખ્યું કે, ‘પ્રધાનમંત્રી જી- તમારુ હાર્દિક અભિનંદન. હુ મારા જીવનમાં આ દિવસ જોવ માટેની રાહ જોઇ રહી હતી. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime."

— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019

 

પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ બિમાર હતી, જેથી તેમણે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી હતી. સુષમા સ્વરાજ છેલ્લે લોકસભા ચૂંટણી બાદ શપથ ગ્રહણ દરમિયાન જોવા મળ્યા હતા. સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરમાં દિલ્હી સ્થિતિ AIIMSમા અંતિમ શ્વાસ લીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news