Teacher's Day 2022 : કેમ ઉજવાય છે શિક્ષક દિવસ? શિક્ષકદિનના ઈતિહાસ અને તેના મહત્ત્વ વિશે જાણો
Teacher's Day 2022: આજે ગુજરાત સહિતના ભારતના અનેક રાજ્યોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોનું સન્માન, ઓળખનું પ્રતિક ગણાય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ જયંતિની ઉજવણી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનીજન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.
શિક્ષક દિવસનો ઈતિહાસ:
આ દિવસને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા.1962માં ડો. રાધાકૃષ્ણનને જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું. ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. ત્યારે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને જણાવ્યું કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. અને ત્યારથી શિક્ષક દિવસ તેમના જન્મ દિવસ પર ઉજવવામાં આવે છે.
જાણો શિક્ષક દિવસનું મહત્વ:
શિક્ષક દિવસ પર બધા શિક્ષકો અને શિક્ષકોનું સન્માન કરવાનો અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. સમગ્ર ભારતમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ડો. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસની ઉજવણી કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કાર્ડ અને ભેટ આપીને તેમની પ્રશંસા અને કૃતજ્ઞતા દર્શાવે છે.કોઈપણ દેશનું ઉજ્જવળ ભવિષ્ય તે દેશના શિક્ષકો પર નિર્ભર છે. શિક્ષક દેશના ભાગ્યને યોગ્ય આકાર આપે છે.
યુનેસ્કોએ શિક્ષક દિવસની ઉજવણીની કરી હતી જાહેરાત:
1994માં યુનેસ્કોએ શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ ઉજવવાની કરી હતી જાહેરાત. ભારત સિવાય આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં 10 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં 15 ઓક્ટોબર અને પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
શિક્ષકો આપણા જીવનમાં હોય છે મહત્વની ભૂમિકા:
શિક્ષકો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણકે તેઓ આપણને પુસ્તકો અને તેમના અનુભવો દ્વારા શીખવે છે. તેઓ અમને માત્ર વ્યવસાયિક રીતે જ નહીં પણ વ્યક્તિગત રીતે પણ માર્ગદર્શન આપે છે. જ્યારે પણ આપણે શીખવાની વાત પર વિચાર કરીએ ત્યારે આપણને ભારતનાં કેટલાક મહાન શિક્ષકો યાદ આવી જાય છે. આ 59માં શિક્ષક દિવસ પર ભારતના કેટલાક મહાન શિક્ષકો પર એક નજર કરીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે