લગ્નમાં નીતિશકુમાર-પીએમ મોદીને બોલાવવા અંગે શું કહ્યું તેજપ્રતાપે? ક્લિક કરીને જાણો

બિહારના સૌથી મોટા રાજકીય પરિવારના પ્રમુખ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ લગ્ન નક્કી થતા જ પિતાના આશીર્વાદ લેવા માટે શુક્રવારે દિલ્હી રવાના થઈ ગયા.

લગ્નમાં નીતિશકુમાર-પીએમ મોદીને બોલાવવા અંગે શું કહ્યું તેજપ્રતાપે? ક્લિક કરીને જાણો

પટણા: બિહારના સૌથી મોટા રાજકીય પરિવારના પ્રમુખ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ લગ્ન નક્કી થતા જ પિતાના આશીર્વાદ લેવા માટે શુક્રવારે દિલ્હી રવાના થઈ ગયા. રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપના લગ્ન પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયના પુત્રી એશ્વર્યા રાય સાથે નક્કી થયાની માહિતી ગુરુવારે જાહેર થઈ. દિલ્હી રવાના થતા પહેલા પટણા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા તેજપ્રતાપે કહ્યું કે હું દિલ્હી મારા પિતાના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું.

વિવાહમાં મુખ્યમંત્રી નીતિશકુમારને બોલાવશો? તો તેમણે જવાબ આપ્યો કે શાદી-વિવાહમાં રાજકારણ ન થાય. નીતિશકાકા અને મોદીજી, બધાને બોલાવીશું. તેમણે પત્રકારો તરફ ઈશારો કરતા કહ્યું કે બધાને મારા લગ્નની ઉતાવળ હતી, હવે લગ્ન નક્કી થઈ ગયાં. લગ્ન ભાગ્યની વાત હોય છે. કોઈના લગ્ન ક્યાં અને કોની સાથે થશે તે અગાઉથી કોઈ જાણતું નથી. તેમણે કહ્યું કે અમારા પરિવારની પરંપરા રહી છે કે માતા પિતા લગ્ન નક્કી કરે છે. તેમની પસંદ જ અમારી પસંદ હોય છે.

તેજપ્રતાપના પિતા લાલૂપ્રસાદ હાલ ચર્ચિત ચારા કૌભાંડમાં સજા કાપી રહ્યાં છે. રાંચીની એક જેલમાં સજા કાપી રહ્યાં છે. લાલૂની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની એમ્સમાં સારવાર માટે મોકલવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે.

તેજપ્રતાપની દુલ્હન બનશે એશ્વર્યા રાય
બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયના પૌત્રી અને પરસા વિધાનસભા વિસ્તારથી આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની મોટી પુત્રી છે. એક આરજેડી નેતાના જણાવ્યાં મુજબ તેજપ્રતાપ અને એશ્વર્યાની સગાઈ પટણાની હોટલ મૌર્યમાં 12મે ના રોજ થશે. આરજેડી ધારાસબ્ય તથા પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયે પણ શુક્રવારે લગ્ન નક્કી થયા હોવાની પુષ્ટિ કરી દીધી. એશ્વર્યા રાયે શાળાનો અભ્યાસ પટણાથી કર્યો છે. અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીથી મેળવ્યું છે. એશ્વર્યા રાયનું કૌટુંબિક નામ ઝિપ્સી છે. તેની નાની બહેનનું નામ આયુષી રાય છે. આયુષી એન્જિનિયર છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news