વડાપ્રધાન મોદી જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે : તેજસ્વી યાદવ

RJD નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર વ્યંગ કરવાની સાથે દાવો કર્યો કે તેમને બિહાર નકારી ચુક્યું છે.

વડાપ્રધાન મોદી જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે : તેજસ્વી યાદવ

પટના : ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધન પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાતને અતિ પછાત ગણાવ્યાનાં એક દિવસ બાદ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા  તેજસ્વી પ્રસાદ યાદવે રવિવારે આરોપ લગાવ્યો કે તેઓ (મોદી) જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે. તેજસ્વીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, મે 20 એપ્રીલે જ કહી દીધું હતું કે પોતાની જાતને નકલી ઓબીસી ગણાવ્યા બાદ નરેન્દ્ર મોદીજી હવે અતિપછાત જણાવશે અને કાલો તેમણે જણાવી પણ દીધું. પોતાની જાતને દલિત પણ ગણાવી ચુક્યા છે. કંઇ પણ કહો પરંતુ સત્ય એછે કે તેઓ જન્મજાત આગેવાન છે અને કાયદાકીય રીતે પછાત છે. મતદાન લીધા બાદ તેઓ શું શું બોલે છે ? 

તેજસ્વીએ 20 એપ્રીલે ટ્વીટ કરીને જણાવ્યું કે, વડાપ્રધાન મોદીજી આજે બિહાર આવી રહ્યા છે. પોતાની જાતને અતિપછાતનો પુત્ર ગણાવશે, ધ્રુવીકરણનો અસફળ પ્રયાસ કરશે. રાજદ નેતા તેજસ્વીએ મોદીને બિહારે નકારી દીધા હોવાનો દાવો કર્યો હતો. બિહાર તેમની પાસેથી ખોટા વચનની આશા રાખે છે. આશા છે કે વડાપ્રધાન 2014નાં પોતાનાં વચન જેવા કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો, વિશેષ પેકેજ, દવાઇ-અભ્યાસ, મફત શિક્ષણ વગેરે જેવા વચનો આપ્યા હતા અને હજી પણ આપશે.

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશનાં કન્નોજમાં શનિવારે બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે, હું જાતીની રાજનીતિ નથી કરતો પરંતુ જણાવીશે કે હું પછાત નહી પરંતુ અતિપછાત છું. પરંતે દેશને આગળ લઇ જઇશ. દેશમાંથી આ ભેદભાવ મિટાવવા માંગુ છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news