Telangana: મંત્રીએ કહ્યું હતું ' પકડીને એન્કાઉન્ટર કરી દઈશું'...24 કલાકમાં દુષ્કર્મ અને હત્યાનો આરોપી મૃત મળી આવ્યો
તેલંગણાના હૈદરાબાદ જિલ્લાના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ ખુબ ચર્ચામાં છે. ગુરુવારે હૈદરાબાદ પોલીસને રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આ કેસના આરોપીનો જ છે તેની પુષ્ટિ તેલંગણાના ડીજીપીએ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: તેલંગણાના હૈદરાબાદ જિલ્લાના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ ખુબ ચર્ચામાં છે. ગુરુવારે હૈદરાબાદ પોલીસને રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આ કેસના આરોપીનો જ છે તેની પુષ્ટિ તેલંગણાના ડીજીપીએ કરી દીધી છે.
વારનગલમાં રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો. જ્યાં પોલીસ પહોંચી ત્યારે મૃતદેહની તપાસ કરી અને હાથ પર બનેલા ટેટુના આધારે જાણવા મળ્યું કે આ મૃતદેહ સૈદાબાદ રેપ હત્યા કેસના આરોપીનો જ છે. તેલંગણાના ડીજીપીએ ટ્વીટ કરીને કહ્યું કે સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો છે. તે ઘનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. શરીર પર મળેલા નિશાનના આધારે આરોપીની પુષ્ટિ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે હૈદરાબાદ શહેરના સઈદાબાદ વિસ્તારની સિંગરેની સ્લમ કોલોનીમાં 9 સપ્ટેમ્બરના રોજ છ વર્ષની બાળકી અર્ધનગ્ન અવસ્થામાં પાડોશીના ઘરમાં મૃત મળી આવી હતી. બાળકીના બળાત્કાર અને પછી હત્યાનો મુખ્ય સંદિગ્ધ 30 વર્ષનો રાજૂ નામનો પાડોશી હોવાનું જણાવાયું હતું.
#AttentionPlease : The accused of "Child Sexual Molestation and murder @ Singareni Colony, found dead on the railway track, in the limits of #StationGhanpurPoliceStation.
Declared after the verification of identification marks on deceased body. pic.twitter.com/qCPLG9dCCE
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 16, 2021
10 સપ્ટેમ્બરના રોજ છેલ્લીવાર જોવા મળ્યો હતો આરોપી
શરૂઆતમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો હતો કે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવશે. તેના વિશે માહિતી આપનાર માટે 10 લાખ જેટલી રકમનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આરોપી છેલ્લીવાર 10 સપ્ટેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો.
Accused in case of minor's rape & murder should be encountered. We will nab the accused and will encounter him. We'll stand by the victim's family. We'll provide aid to the family. We will console them: Telangana Minister Chamakura Malla Reddy (14.09) pic.twitter.com/h8JgouzAMV
— ANI (@ANI) September 15, 2021
મંત્રીએ કહ્યું હતું એન્કાઉન્ટર કરી દઈશું
નાની બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. દરેક જણ આરોપીને કડક સજા આપવાની માંગણી કરી રહ્યા હતા. આ બધા વચ્ચે તેલંગણા સરકારના મંત્રીએ પણ એવું પણ નિવેદન આપ્યું જેના કારણે વિવાદ થયો હતો. તેલંગણા સરકારમાં લેબરમંત્રી મલ્લા રેડ્ડીએ એટલે સુધી કહી દીધુ કે હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને કડક સજા મળવી જોઈએ. અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરી દઈશું. મંત્રીના નિવેદનના 24 કલાકની અંદર જ આરોપી મૃત મળી આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે