The Kashmir Files Controversy: IFFI ના જ્યૂરી હેડે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને ગણાવી વલ્ગર અને પ્રોપગેન્ડા, અનુપમ ખેરે કર્યો વળતો પ્રહાર
The Kashmir Files Controversy: વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ ધ કાશ્મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્યું. ઈઝરાયેલી ફિલ્મ મેકર નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 'વલ્ગર પ્રોપગેન્ડા' ગણાવી છે.
Trending Photos
The Kashmir Files Controversy: વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ ધ કાશ્મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્યું. ઈઝરાયેલી ફિલ્મ મેકર નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 'વલ્ગર પ્રોપગેન્ડા' ગણાવી છે. ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે આ નિવેદનને લઈને જ્યૂરી પ્રમુખ લેપિડ પર નિશાન સાધ્યું. બીજી બાજુ ફિલ્મ મેકર અશોક પંડિતે તેને કાશ્મીરીઓનું અપમાન ગણાવ્યું. તેમણે નદવ લેપિડને IFFI ના જ્યૂરી હેડ બનાવવા બદલ સૂચના અને પ્રસારણ મંત્રાલય ઉપર પણ નિશાન સાધ્યું.
શું કહ્યું IFFI જ્યૂરી હેડે?
ગોવાના પણજીમાં થઈ રહેલા IFFI ઈવેન્ટમાં ઈઝરાયેલી ફિલ્મમેકરે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ટીકા કરતા કહ્યું કે અમે બધા પરેશાન છીએ કે આવી ફિલ્મને આ સમારોહમાં દેખાડવામાં આવી. આ ફિલ્મ ખુબ જ વલ્ગર છે. ધ કાશ્મીર ફાઈલ્સ આટલા મોટા પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે યોગ્ય નથી. હું મારી ફિલિંગ્સને મંચ પર ખુલ્લી રીતે શેર કરવામાં સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ છું. આ એક જરૂરી ચર્ચા છે, જે ખચકાટ વગર થવી જોઈએ. આ કલા અને જીવન માટે જરૂરી છે.
અનુપમ ખેરે કર્યો પલટવાર
અનુપમ ખેરે આ સમગ્ર મામલે પલટવાર કરતા ટ્વીટ કરીને લખ્યું કે જૂઠનું કદ ગમે તેટલું ઊંચું કેમ ન હોય. સત્યની સરખામણીમાં હંમેશા નાનું હોય છે.
झूट का क़द कितना भी ऊँचा क्यों ना हो..
सत्य के मुक़ाबले में हमेशा छोटा ही होता है.. pic.twitter.com/OfOiFgkKtD
— Anupam Kher (@AnupamPKher) November 28, 2022
બીજી બાજુ અશોક પંડિતે ટ્વીટ કરીને કહ્યું કે ઈઝરાયેલી ફિલ્મમેકર નાવિદ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને અશ્લીલ કહીને આતંકવાદ વિરુદ્ધ ભારતની લડતની મજાક ઉડાવી છે. તેમણે ભાજપ સરકારના નાક નીચે 7 લાખ કાશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે. જે ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની વિશ્વસનીયતા માટે મોટો ઝટકો છે. તેમણે ઈઝરાયેલી ફિલ્મમેકર પર કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે 3 લાખ કાશ્મીરી હિન્દુઓનો નરસંહાર વલ્ગર હોઈ શકે નહીં.
#Israeli filmmaker #NadavLapid has made a mockery of India’s fight against terrorism by calling #KashmirFiles a vulgar film .
He has insulted 7 lac #KashmiriPandits under the nose of the #BJP govt .
Its a big blow to #IFFIGoa2022 ‘s credibility.
Shame .
— Ashoke Pandit (@ashokepandit) November 28, 2022
I take strong objection to the language used by Mr. Nadav Lapid for #kashmirFiles .
Depicting the genocide of 3 lakh #KashmiriHindus cannot be called vulgar .
I as a filmmaker & a #KashmiriPandit condemn this shameless act of abuse towards victims of terrorism .
— Ashoke Pandit (@ashokepandit) November 28, 2022
બોક્સ ઓફિસ પર બજાવ્યો હતો ડંકો
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ કાશ્મીરી પંડિતોના દર્દ, સંઘર્ષ અને આઘાતને વર્ણવે છે. જેમાં 1990માં કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહારની સચ્ચાઈ દર્શાવવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીના ડાઈરેક્શનમાં બનેલી ફિલ્મમાં પલ્લવી જોશી, પ્રકાશ બેલાવડી, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શનકુમાર, ભાષા સુંબલી, ચિન્મય મંડલેકર, પુનીત ઈસ્સાર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ વીડિયો પણ ખાસ જૂઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે