રાજસ્થાન ફરી એકવાર સીલ: 7 દિવસ સુધી બહારનાં રાજ્ય સાથેના તમામ વ્યવહાર બંધ
Trending Photos
જયપુર : અનલોક -1 ના 10 જ દિવસમાં 2537 કેસ વધવાનાં કારણે રાજસ્થાન સરકારે કડક પગલા ઉઠાવવાનું ફરી એકવાર ચાલુ કરી દીધું છે. હવે બીજા રાજ્યોમાંથી પરવાનગી વગર આવન જાવન કરી શકાશે નહી. આ નિર્ણય આગામી 7 દિવસ સુધી લાગુ રહેશે. જો કે પહેલા સીમાઓ સીલ કરવાની વાત કરવામાં આવી હતી, જો કે એક કલાક બાદ કહેવામાં આવ્યું કે, આવન જાવનને સીલ નહી પરંતુ નિયંત્રીત કરવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે. તમામ ટોલ નાકાઓ પર વધારે પોલીસ દળને ગોઠવવામાં આવશે. રાજ્યમાં 31 મે સુધી 8831 કેસ હતા, હવે 11368 થઇ ચુક્યા છે.
બુધવારે સવારે 123 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા. તેમાંથી જયપુરમાં 4, ભરતપુરમાં 34, પાલી સીકરમાં 11-11, ઝુંઝુનમાં 9, નાગોરમાં 5, કોટામાં 3, અલવરમાં 2, બાડમેર ભીલવાડા બિકાનેર બુંદી ગંગાનગર ઝાલાવાડમાં 1-1 સંક્રમિત સામે આવ્યા છે. જ્યારે બીજા રાજ્યોમાંથી આવેલા 2 લોકોનો પણ સમાવેશ થાય છે. જોધપુરમાં 1 દર્દીનાં મોત સાથે રાજ્યમાં 256 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
જયપુરમાં કોરોના નેગિટિવ થયા બાદ ફરી પોઝિટિવ
કોરોનાનાં એક વિચિત્ર કિસ્સાએ સરકારની ચિંતા વધારી છે. જેમાં દર્દી સંપુર્ણ રિકવર થયા બાદ ફરીથી પોઝિટિવ થઈ રહ્યા છે. ડોક્ટર સમજી નથી શકતા કે આવુ શા માટે થઇ રહ્યું છે. હાલ મેડિકલ ટીમે શૂઆતી માહિતી એકત્ર કરવાનું ચાલુ કર્યું છે. જવાહરનગરનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ રિકવર થઇ ગયો હતો. તેમાં 15 દિવસની રજા આપવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા તેની તબિયત ફરી એકવાર ખરાબ થઇ ગઇ હતી અને તેને ન્યૂમોનિયા હતો. કોરોના તપાસમાં પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે