વિશ્વની આત્મા અને ઈશ્વરના નેત્ર કહેવાતા સૂર્ય દેવના અનોખા મંદિરોની રોચક કથા વિશે જાણો

જ્યારે મૂર્તિ પૂજાની શરૂઆત થઈ ત્યારે સૂર્યની મૂર્તિના રૂપમાં પૂજા શરૂ થઈ. આ કારણે ભારતમાં સૂર્યદેવના અનેક  પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર મળી આવે છે. ભારતમાં અનેક જગ્યાએ સૂર્ય મંદિર આવેલા છે. ત્યારે કયા રાજ્યમાં કઈ  જગ્યાએ સૂર્ય મંદિર છે અને તેની શું વિશેષતા છે તેના વિશે જાણકારી મેળવીએ

વિશ્વની આત્મા અને ઈશ્વરના નેત્ર કહેવાતા સૂર્ય દેવના અનોખા મંદિરોની રોચક કથા વિશે જાણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સૂર્યને ઉર્જા અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. એવી માન્યતા છેકે, રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા-અર્ચન કરવાથી મનોકામના  પૂરી થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સૂર્ય દેવ પ્રત્યક્ષ રીતે દર્શન આપનારા દેવતા છે. પૌરાણિક વેદોમાં સૂર્યનો ઉલ્લેખ વિશ્વની આત્મા અને ઈશ્વરના નેત્ર તરીકે કરવામાં આવી છે. વૈદિક કાળથી ભારતમાં સૂર્ય ઉપાસનાનું  અનોખું મહત્વ છે. પહેલા આ સૂર્ય ઉપાસના મંત્રોથી થતી હતી. ભવિષ્ય પુરાણમાં બ્રહ્મા વિષ્ણુની વચ્ચે એક સંવાદમાં સૂર્યપૂજા અને મંદિર નિર્માણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અનેક પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કે ઋષિ દુર્વાસાના  શાપથી રક્તપિત્તથી પીડાતા શ્રીકૃષ્ણ પુત્ર સામ્બે આરાધના કરીને રોગમાંથી મુક્તિ મેળવી હતી. રામાયણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે ભગવાન રામે લંકા માટે સેતુ નિર્માણ પહેલાં સૂર્ય દેવની આરાધના કરી હતી.

રાજસ્થાનના ઝાલરાપાટનનું સૂર્યમંદિર ત્યાંના મુખ્ય પ્રવાસન સ્થળમાંથી એક છે. આ મંદિર પોતાની પ્રાચીનતા અને  સ્થાપત્ય વૈભવના કારણે કોણાર્કના સૂર્ય મંદિર અને ગ્વાલિયરના વિવસ્વાન મંદિરનું સ્મરણ કરાવે છે. શિલ્પ  સૌદર્યની દ્રષ્ટિથી મંદિરની બહાર અને અંદરની મૂર્તિઓ વાસ્તુકલાની ઉત્તમ કલાનું બેનમૂન ઉદાહરણ છે. જ્યારે મૂર્તિ પૂજાની શરૂઆત થઈ ત્યારે સૂર્યની મૂર્તિના રૂપમાં પૂજા શરૂ થઈ. આ કારણે ભારતમાં સૂર્યદેવના અનેક  પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર મળી આવે છે. ભારતમાં અનેક જગ્યાએ સૂર્ય મંદિર આવેલા છે. ત્યારે કયા રાજ્યમાં કઈ  જગ્યાએ સૂર્ય મંદિર છે અને તેની શું વિશેષતા છે તેના વિશે જાણકારી મેળવીએ.

1. કોણાર્કનું સૂર્ય મંદિર:
ઓડિશામાં ભુવનેશ્વર નજીક કોણાર્ક મંદિર માત્ર પોતાની વાસ્તુકલાત્મક ભવ્યતા માટે જ જાણીતું નથી. પરંતુ તે  શિલ્પકલાના ગુંથન અને બારીકાઈ માટે પણ જાણીતું છે. આ મંદિરને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં  આવ્યું છે. તેનું નિર્માણ 1250 ઈ.માં પૂર્વી ગંગા રાજા નરસિંહ દેવ પ્રથમના કાર્યકાળમાં તૈયાર કરવામાં આવ્યું હતું.  તેમાં કોણાર્ક સૂર્ય મંદિરના બંને બાજુ 12 પૈડાની બે કતાર છે. તે અંગે કેટલાંક લોકોનો મત છે કે 24 પૈડા એટલે એક  દિવસમાં 24 કલાકનું પ્રતીક છે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે તે 12 મહિનાનું પ્રતીક છે. અહીંયા સાત ઘોડા  અઠવાડિયાના સાત દિવસ દર્શાવે છે. સમુદ્રી મુસાફરી કરનારા લોકો એક સમયે તેને બ્લેક પગોડા કહેતા હતા. કેમ  કે એવું માનવામાં આવતું હતું કે તે જહાજોના કિનારા તરફ આકર્ષિત કરતું હતું અને તેનો નાશ કરી દેતું હતું.

2. ઝાલરાપાટનનું સૂર્ય મંદિર:
રાજસ્થાનમાં ઝાલરાપાટનનું સૂર્ય મંદિર મુખ્ય પ્રવાસન સ્થળમાંથી એક છે. આ મંદિર પોતાની પ્રાચીનતા અને સ્થાપત્ય વૈભવના કારણે કોણાર્કનું સૂર્ય મંદિર અને ગ્વાલિયરના વિવસ્વાન મંદિરનું સ્મરણ કરાવે છે. શિલ્પ સૌદર્યની દ્રષ્ટિથી મંદિરની બહાર અને અંદર મૂર્તિઓ વાસ્તુકલાની સુંદર ઉંચાઈઓને સ્પર્શે છે. આ મંદિરનું નિર્માણ નવમી સદીમાં થયું હતું. આ મંદિર પોતાની પ્રાચીનતા અને સ્થાપત્ય વૈભવના કારણે પ્રસિદ્ધ છે. કર્નલ જેમ્સ ટોડે આ મંદિરને ચારભુજા મંદિર માને છે. વર્તમાનમાં મંદિરના ગર્ભગૃહમાં ચતુર્ભુજ નારાયણની મૂર્તિ છે.

3. મોઢેરાનું સૂર્યમંદિર:
આ મંદિર અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર છે. તેને ભારતના ત્રણ પ્રસિદ્ધ સૂર્ય મંદિરમાંથી એક માનવામાં આવે છે. આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આખા મંદિરના નિર્માણમાં જોડાણ માટે ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈરાની શૈલીમાં બનાવેલ આ મંદિરને ભીમદેવે ત્રણ ભાગમાં બનાવડાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહ, બીજો સભામંડપ અને ત્રીજો સૂર્યકૂંડ છે. 

4. લોહાર્ગલ મંદિરઃ 
આ મંદિર રાજસ્થાનના ઝૂંઝનું જિલ્લામાં આવેલું છે. આ મંદિરની સામે એક પ્રાચીન પવિત્ર સૂર્યકૂંડ આવેલો છે. માન્યતા છે કે અહીંયા સ્નાન પછી પાંડવોને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી.

5. માર્તડ મંદિર પ્રતિરૂપ :
દક્ષિણ કાશ્મીરના માર્તડના પ્રસિદ્ધ સૂર્ય મંદિરના પ્રતિરૂપનું સૂર્ય મંદિર જમ્મુમાં બનાવવામાં આવ્યું છે. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં બનેલું છે. પહેલા ભાગમાં ભગવાન સૂર્ય રથ પર સવાર  છે જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે. બીજા ભાગમાં ભગવાન શિવનો પરિવાર દુર્ગા, ગણેશ, કાર્તિકેય, પાર્વતી અને શિવની પ્રતિમા છે. અને ત્રીજા ભાગમાં યજ્ઞશાળા છે.

 

6. ઔંગારી સૂર્ય મંદિર:
નાલંદાના પસિદ્ધ સૂર્યધામ ઔંગારી અને બડગામનું સૂર્યમંદિર દેશમાં જાણીતું છે. એવી માન્યતા છે કે અહીંયા સૂર્ય તળાવમાં સ્નાન કરી મંદિરમાં પૂજા કરવાથી રક્તપિત્ત સહિત અનેક અસાધ્ય બીમારીમાંથી મુક્તિ મળે છે. અહીંયા છઠના તહેવારમાં આખા દેશમાંથી શ્રદ્ધાળુ આવે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણનો વંશજ સામ્બ રક્તપિતના રોગથી પીડિત હતો. આથી તેણે 12 જગ્યાએ ભવ્ય સૂર્યમંદિર બનાવડાવ્યા હતા. અને ભગવાન સૂર્યની આરાધના કરી હતી.

7. ઉન્નાવનું સૂર્ય મંદિર:
ઉન્નાવનું સૂર્ય મંદિરનું નામ બહ્યન્ય દેવ મંદિર છે. તે મધ્ય પ્રદેશના ઉન્નાવમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન સૂર્યની પથ્થરની મૂર્તિ છે. જે એક ઈંટથી બનેલા ચબૂતરા પર સ્થાપિત છે. જેના પર કાળા ધાતુનું આવરણ ચઢેલું છે. અહીયા 21 કલાઓનું પ્રતિનિધિત્વ કરનારા સૂર્યના 21 ત્રિભુજાકાર પ્રતીક મંદિર પણ છે.

8. રણકપુર સૂર્ય મંદિર:
રાજસ્થાનના રણકપુર નામની જગ્યાએ આવેલ સૂર્ય મંદિર નાગર શૈલીમાં સફેદ સંગેમરમરથી બનેલું છે. ભારતીય વાસ્તુકલાનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કરતું આ મંદિર જૈન દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે ઉદયપુરથી લગભગ 98 કિલોમીટર દૂર આવેલું છે.

9. રાંચીનું સૂર્ય મંદિર:
રાંચીથી 39 કિલોમીટર દૂર રાંચી ટાટા રોડ પર આ સૂર્ય મંદિર બુંડૂની નજીક છે. 7 સંગેમરમરથી નિર્મિત આ મંદિરનું નિર્માણ 18 પૈડા અને 7 ઘોડાના રથ પર ભગવાન સૂર્યના રૂપમાં કરવામાં આવ્યું છે. 25 જાન્યુઆરીએ અહીંયા દર વર્ષે વિશેષ મેળાનું આયોજન થાય છે.

10.  માર્તંડ સૂર્ય મંદિર:
જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનંતનાગ નગરમાં આવેલ એક પ્રસિદ્ધ મંદિર છે. માર્તંડનું આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. અહીંયા સૂર્યના પહેલા કિરણની સાથે જ મંદિરમાં પૂજા-અર્ચનાની શરૂઆત થાય છે. મંદિરની ઉત્તરી દિશામાં સુંદર પર્વતમાળા છે. આ મંદિર વિશ્વના સુંદર મંદિરોની શ્રેણીમાં પણ પોતાનું સ્થાન મેળવી ચૂક્યું છે.

11. બેલાઉરનું સૂર્ય મંદિર:
આ મંદિર પશ્વિભિમુખ છે. સૂર્ય પૂજાના છઠ પર્વ પર હજારો શ્રદ્ધાળુ આ સૂર્ય મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી આવે છે. તે ભગવાન સૂર્યને જળથી અર્ધ્ય આપે છે. મંદિરમાં સાત ઘોડાવાળા રથ પર સવાર ભગવાન ભાસ્કરની પ્રતિમા એવી લાગ છે કે જાણે તે સાક્ષાત ધરતી પર ઉતરી રહ્યા હોય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news