બોર્ડર પર ભારત-પાક વચ્ચે ટેંશન વધ્યુ, ઇદ હોવા છતા BSFએ ઉઠાવ્યું આ પગલું
બીએસએફ દ્વારા વર્ષોથી ચાલતી આવેલી પરંપરાને તોડતા ઇદ હોવા છતા પાકિસ્તાની સૈન્યને આ વખતે મીઠાઇ આપવામાં આવી નહોતી
Trending Photos
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની અસર સીમા પર સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. જે પ્રકારે પાકિસ્તાન સીમા પર સતત ફાયરિંગ કાર્યવાહી થઇ રહી છે, તેણે બંન્ને દેશો વચ્ચે ટેંશન વધી ગયું છે. ઇદ પર પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. તેણે હાલનાં દિવસોમાં પણ પોતાનુ ફાયરિંગ ચાલુ રાખ્યું. પાકિસ્તાન દ્વારા સતત ભડકાવનારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ જ કારણ છે કે આ વખતે અટારી બોર્ડર પર બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સની વચ્ચે આ ઇદ પર એક બીજાને આપવામાં આવતી મીઠાઇ નહોતી આપી. સુત્રો અનુસાર બીએસએફએ આ પગલું પાકિસ્તાનની તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહી બાદ ઉઠાવ્યું. સીમા પર બંન્ને તરફથી સુરક્ષાદળોની તરફથી ઇદ અને દિવાળી જેવા પ્રસંગે મીઠાઇ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે એવું નથી થયું. જો કે મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી મીઠાઇ વહેંચવામાં આવી રહી હોવાની વાત કહેવાઇ રહી હતી. જો કે બીએસએફ દ્વારા તેમાં કોઇ રુચી દેખાડવામાં આવી નહોતી.
ગત્ત દિવસોમાં સાંબા સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેમાં બીએસએફનાં 4 જવાન શહીદ થઇ ગયા હતા. શનિવારે પણ પાકિસ્તાનની નાપાક ફાયરિંગ એક જવાન શહીદ થઇ ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા પર પાકિસ્દાની ગોળીબારમાં સેનાનાં એક જવાન વિકાસ ગુરંગ શહીદ થઇ ગયા. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રો અનુસાર આ ઘટના નૌશેરા સેક્ટરનાંલામ વિસ્તારમાં થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટના ઇદ પ્રસંગે થઇ છે, જ્યારે એલઓસી પર બંન્ને તરફ ઇદની ઉજવણી ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે