Jioને ટક્કર આપશે Airtelનો 99 રૂપિયાવાળો પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે પોતાના 99 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો છે. 

Jioને ટક્કર આપશે Airtelનો 99 રૂપિયાવાળો પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ  કંપની એરટેલે પોતાના 99 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો છે. ફેરફાર બાદ એરટેલના નવા પ્લાનમાં 28  દિવસ માટે 2 જીબી ડેટા મળશે. ટેલીકોમ ટોકના રિપોર્ટ અનુસાર એરટેલનો નવો પ્રીપેડ કેટલાક જ સર્કલ  માટે શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે આ પ્લાન તમામ સર્કલમાં માન્ય નથી. 99 રૂપિયાના પ્લાનમાં  પહેલાની જેમ અનલિમિટેડ વોયસ કોલિંગ અને પ્રતિદિન 100 એસએમએસ 28 દિવસ માટે મળશે. 

અત્યાર સુધી એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં એનલિમિટેડ કોલિંગની સાથે 1 જીબી ડેટા મળતો હતો.  માનવામાં આવી રહ્યું છે કે, આ ફેરફાર કંપનીએ રિલાયન્સ જીયો પાસેથી મળતી ટક્કર બાદ કર્યો છે. હાલમાં  જીયોએ ડબલ ધમાકા ઓફર રજૂ કરી છે. જેમાં યૂઝરને 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ માટે અનલિમિટેડ  કોલિંગની સાથે 2 જીબી 4જી ડેટા મળે છે. 

આ બંન્ને પ્લાનની તુલના કરીએ તો એરટેલના પ્લાનમાં પહેલા કરતા વધુ ફાયદો મળી રહ્યો છે. જીયો  તરફતી 28 દિવસ માટે 300 એસએમએસ આપવામાં આવે છે, જ્યારે એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં 100  એસએમએસ પ્રતિદિનના હિસાબે 28 દિવસમાં 2800 એસએમએસ મળે છે. જ્યારે બીએસએનએસના 98  રૂપિયાના પ્લાનમાં 26 દિવસ માટે પ્રતિદિન 1.5 જીબી ડેટા મળે છે. 

હાલમાં એરટેલે 149 રૂપિયાના પ્લાનને પણ રિવાઇઝ કર્યો છે. તેમાં 1 જીબીની જગ્યાએ 2 જીબી ડેટા પ્રતિદિન ઓફર કરવામાં આવી રહ્યો છે. તેમાં હવે કુલ 56 જીબી ડેટા મળે છે. આ સાથે પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલિંગ અને 100 એસએમએસ પ્રતિદિન મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news