દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 25 હજારની નજીક, જો કે આ મુદ્દે સૌથી મોટી રાહત
Trending Photos
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણનાં કેસમાં ફરી એખવાર વધારો થયો છે અને દર્દીઓની સંખ્યા 25 હજારની નજીક પહોંચી ચુકી છે. દેશણાં અત્યારે કુલ 24942 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. અત્યાર સુધી 5210 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને 779 લોકોનાં જીવ આ મહામારીનાં કારણે ગયા છે. ગત્ત 24 કલાકમાં 1490 નવા કિસ્સા સામે આવ્યા છે અને 56 લોકોનાં મોત કોરોના સંક્રમિત લોકોનાં મોત થયા છે. 18953 લોકોની સારવાર ચાલી રહી છે. 5210 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.
રાહતની વાત છે કે, દેશમાં કોવિડ 19 મુદ્દે ડબલીંગ રેટ હાલ 9.1 દિવસમાં થઇ ચુકી છે. એટલે કે હવે 9.1 દિવસમાં કોરોનાના કિસ્સા બમણા થઇ રહ્યા છે. બીજી તરફ શુક્રવારે સવારે 8 વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી, દેશમાં નવા કેસની ગ્રોથ રેટ છ ટકા નોંધાઇ છે. જે દેશનાં 100 કિસ્સાઓનો આંકડો પાર કર્યા બાદથી પ્રતિદિવસનાં આધારે સૌથી ઓછો છે.
પીપીઇ કિટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ
કોવિડ 19 પર ઉચ્ચાધિકાર પ્રાપ્ત મંત્રિસમુહની 13મી બેઠક કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં શનિવારે થયેલી સૌથી મહત્વપુર્ણ વાત છે કે દેશમાં જ પીપીઇ કિટથી માંડીને વેન્ટિલેટર સુધી દરરોજ તૈયાર થવા લાગ્યા છે અને મોટા પ્રમાણમાં સરકારને મળવા પણ લાગી છે. કોવિડ 19 વિરુદ્ધ લડાઇમાં સમગ્ર દેશમાંથી 1 કરોડ 24 લાખ લોકો દિવસરાત કામ કરી રહ્યા છે. તેમાં સ્વયંસેવી વર્કરથી માંડીને દેશના તમામ અલગ અલગ સંગઠનોનાં લોકોનો સમાવેશ થાય છે. કોઇને કોઇ સ્વરૂપે આ અભિયાનમાં જોડાયેલા છે. એક લાખથી પણ વધારે પીપીઇ હરરોજ દેશમાં તૈયાર થવા લાગ્યા છે. દેશમાં 104 નિર્માતા પીપીઇનું ઉત્પાદન કરી રહ્યા છે.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં સમગ્ર દેશમાં ટેસ્ટિંગની રણનીતિ અને ટેસ્ટ કિટની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી. સમગ્ર દેશમાં હોટસ્પોટ અને ક્લસ્ટર્સ અંગે પણ જીઓએમને જણાવવામાં આવ્યુ. આ વાતની સમીક્ષા કરવામાં આવી કે 92 હજાર સ્વયં સેવી સંગઠન અને નાગરિક સંગઠન કોરોનાની લડાઇ લડી રહ્યા છે. એન 95 માસ્ક પણ મોટા પ્રમાણમાં ઉત્પાદીત થઇ રહ્યા છે. 104 સ્થાનિક કંપનીઓમાં થઇ રહ્યું છે પ્રોડક્શન. 9 કમ્પિનઓને 59 હજાર વેન્ટિલેટર્સ તૈયાર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે