ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને મોટો આંચકો, શુભેંદુ અધિકારીએ આપ્યું રાજીનામું

તમને જણાવી દઇએ કે અધિકારી ગત થોડા સમય પહેલાં મમતા સરકારથી નારાજ હતા. તે પરિવહન મંત્રીના પદેથી પહેલાં રાજીનામું આપી ચૂક્યા છે.

ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને મોટો આંચકો, શુભેંદુ અધિકારીએ આપ્યું રાજીનામું

નવીદિલ્હી: પશ્વિમ બંગાળ (West Bengal)માં વિધાનસભા ચૂંટણી 2021માં થવાની છે પરંતુ તે પહેલાં જ બંગાળના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. આ દરમિયાન પ્રદેશની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ને આંચકો લાગ્યો છે. TMCના બાગી નેતા શુભેંદુ અધિકારી (Subhendu Adhikari) એ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 

— ANI (@ANI) December 16, 2020

તમને જણાવી દઇએ કે અધિકારી ગત થોડા સમય પહેલાં મમતા સરકારથી નારાજ હતા. તે પરિવહન મંત્રીના પદેથી પહેલાં રાજીનામું આપી ચૂક્યા છે. હવે તેમણે વિધાનસભાનું સભ્ય પદ પણ છોડી દીધું છે. શુભેંદુ અધિકારીનું આગામી પગલું શું હશે, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમના એક્શન અને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સમર્થનથી એવું લાગી રહ્યું છે કે શુભેંદુ ભાજપમાં જોડાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news