15 ઓગસ્ટ 2018ના રોજ અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે નરેદ્ર મોદી: TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના અંગત અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેંદ્ર મોદીની સત્તા જવાની ભવિષ્યવાણી કરી છે. ન્યૂઝ એજન્સી ANI ના અનુસાર ડેરેક ઓ બ્રાયને કહ્યું '15 ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદી અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને અહીંની પ્રાચીરથી દેશને સંબોધિત કરશે. હું વાત દીવાલ પર લખું છું. 2019માં તે લાલ કિલ્લા પરથી ભાષણ આપી શકશે નહી. હું આ વિપક્ષી દળો અને ટીએમસી તરફથી પડકાર ફેંકુ છું.'
15 ઓગસ્ટ 2018ના રોજ અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે નરેદ્ર મોદી: TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન

નવી દિલ્હી: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના અંગત અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેંદ્ર મોદીની સત્તા જવાની ભવિષ્યવાણી કરી છે. ન્યૂઝ એજન્સી ANI ના અનુસાર ડેરેક ઓ બ્રાયને કહ્યું '15 ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદી અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને અહીંની પ્રાચીરથી દેશને સંબોધિત કરશે. હું વાત દીવાલ પર લખું છું. 2019માં તે લાલ કિલ્લા પરથી ભાષણ આપી શકશે નહી. હું આ વિપક્ષી દળો અને ટીએમસી તરફથી પડકાર ફેંકુ છું.'

રાજ્યસભામાં ડેરેક ઓ બ્રાયન પીએમ પર કરી ચૂક્યા છે આપત્તિજનક ટિપ્પણી
ટીએમાસી સાંસદ ડેરેક ઓ બ્રાયન આ પહેલાં પણ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર આકરા પ્રહાર કરતા રહ્યાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં આપેલા ભાષણમાં ડેરેકે ઓ બ્રાયને ઇશારા-ઇશારામાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની તુલના મહિષાસુર સાથે કરી હતી. ડેરેક ઓ બ્રાયને રાક્ષસ 'મહિષાસુર'નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તે પણ વિચારતો હતો કે તેને કોઇ હરાવી શકતું નથી, પરંતુ બધી શક્તિઓ મહિલા રૂપમાં એકસાથે આવીને તેને ખતમ કરી દીધો હતો. ડેરેક ઓ બ્રાયને કહ્યું કે હું આ દેશ પાસે પણ આ જ આશા રાખું છું. 

— ANI (@ANI) March 4, 2018

ટીએમસીનો મોટો ચહેરો મુકુલ રાય ભાજપમાં જોડાયા
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પહેલીવાર સત્તામાં આવવાનું શરૂ થઇ ગયું છે. તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ બાદ ભાજપ ત્રિપુરામાં જ્યાં પૂર્ણ બહુમત સાથે આવી છે, તો બીજી તરફ નાગાલેંડમાં પણ સરકારમાં સહયોગી બનશે. મેઘાલયમાં ફક્ત 2 સીટો આવી હોવાછતાં પણ ભાજપ સહયોગી દળોને સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. પશ્વિમ બંગાળમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર બીજા નંબર પર આવ્યા છે. ભાજપ અધ્યક્ષ પશ્વિમ બંગાળમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે પુરી તાકાત લગાવી રહ્યાં છે. જો કે તેને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપ પર ઘણા ગંભીર આરોપ લગાવી રહી છે. 

પશ્વિમ બંગાળમાં ભાજપને મજબૂત કરવા માટે ભાજપે તૃણમૂળના કોંગ્રેસના મોટા નેતા અને મમતા બેનર્જીના અંગત રહી ચૂકેલા મુકુલ રાયને ભાજપમાં સામેલ કરી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ મુકુલ રાયના ચહેરા સાથે પશ્વિમ બંગાળમાં આગળની રાજકીય સફર ખેડવા માટેની તૈયારીમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news