Top 10 Viral Videos 2021: વર્ષના ટોપ 10 વીડિયો, દ્રવિડનો 'ગુંડા અવતાર' તો મહિલાનો દારૂનો ક્રેઝ, વડોદરાનો આ Video જોઈ આંખો ભીની થઈ જશે
વર્ષ 2021 બસ હવે પૂરું થવાની તૈયારીમાં છે. વર્ષ ખતમ થતા જ નવા વર્ષની શરૂઆત થઈ જશે. લોકો અત્યારથી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાત કરીએ ચાલુ વર્ષ એટલે કે 2021ની તો તેણે લોકોને ભાવુક કરવાની સાથે સાથે હસવા માટે પણ અનેક તક આપી. આ તક મળી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કારણે.
Trending Photos
Top 10 Viral Videos 2021: વર્ષ 2021 બસ હવે પૂરું થવાની તૈયારીમાં છે. વર્ષ ખતમ થતા જ નવા વર્ષની શરૂઆત થઈ જશે. લોકો અત્યારથી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાત કરીએ ચાલુ વર્ષ એટલે કે 2021ની તો તેણે લોકોને ભાવુક કરવાની સાથે સાથે હસવા માટે પણ અનેક તક આપી. આ તક મળી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કારણે. કોરોના વાયરસની દહેશતના કારણે અનેક લોકોએ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું. આવામાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો લોકોના ટાઈમપાસનું સાધન બન્યા. આ વાયરલ વીડિયો જોઈને તમારા મોઢા પર હાસ્ય રેલાઈ જશે.
પાવરી ગર્લનો વીડિયો
વર્ષ 2021માં જે સૌથી વધુ વાયરલ રહ્યો વીડિયો એ છે પાકિસ્તાની ગર્લનો જે પાવરી ગર્લના નામથી મશહૂર થઈ ગઈ. પાવરી ગર્લનું સાચું નામ દનાદીર મોબિન છે અને તેના વીડિયોને રિયલ ટચ આપ્યો હતો યુટ્યૂબર યશરાજ મુખાતેએ.
બચપન કા પ્યાર
આ યાદીમાં જે બીજો સૌથી વધુ જોવાયેલો વીડિયો છે તે છે છત્તીસગઢના રહીશ સહદેવ દિર્દોનો. સહદેવે પોતાના અંદાજમાં બચપન કા પ્યાર ગીત ગાયું અને જોત જોતામાં તો આ ગીત બધાની પસંદ બની ગયું. કમાલની વાત તો એ છે કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ તેને પસંદ કર્યું હતું.
મનિકે મગે હિતે
શ્રીલંકાની સિંગર યોહાનીએ મનિકે મગે હિતે ગીત ગાઈને સમગ્ર દુનિયામાં લોકપ્રિયતા મેળવી. તેના આ ગીત પર ઢગલો રીલ્સ પણ બન્યા અને યોહાનીએ બિગ બોસના સેટ પર સલમાન ખાન સાથે મુલાકાત પણ કરી.
રાહુલ દ્રવિડ બન્યા ઈન્દિરાનગરના ગુંડા
ભારતીય ક્રિકેટ ટીમમાં આગવી ઓળખ ધરાવનારા પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ કે જે સમગ્ર દુનિયામાં ધ વોલના નામથી પણ ફેમસ છે. આ વર્ષે રાહુલ દ્રવિડે એક જાહેરાત કરી જેમાં ટપોરી ભાષામાં વાત કરતા જોવા મળ્યા હતા. હંમેશા શાંત જોવા મળતા દ્રવિડ વીડિયોમાં પોતાની જાતને ગુંડા બતાવતા હતા. આ વીડિયો પણ ખુબ લોકપ્રિય થયો.
ઓફિસ મીટિંગ દરમિયાન પતિને કર્યું ચુંબન
લોકડાઉન વખતે જ્યારે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોમાં મીટિંગ દરમિયાન જ મહિલા પતિને ચુંબન કરી લીધુ. આ વીડિયો પણ ખુબ વાયરલ થઈ ગયો.
Zoom call .....so funny 😄 😄😄pic.twitter.com/6SV62xukMN
— Harsh Goenka (@hvgoenka) February 19, 2021
દારૂ ખરીદવા પહોંચી ગયા આન્ટી
આ આન્ટીનો વીડિયો પણ લોકડાઉન દરમિયાન ખુબ વાયરલ થયો હતો. જેમાં આન્ટી દારૂની દુકાન પર કહે છે કે કોરોનાને દારૂથી જ ખતમ કરી શકાય છે.
#WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, "...Injection fayda nahi karega, ye alcohol fayda karegi...Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga..." pic.twitter.com/iat5N9vdFZ
— ANI (@ANI) April 19, 2021
મેડિકલ સ્ટુડન્ટ્સનો ડાન્સ વીડિયો
કેરળની એક મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થીઓ યુનિક ડાન્સ સ્ટાઈલમાં બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા. તેમનો આ વીડિયો બોલીવુડના સિતારાઓએ પણ શેર કર્યો હતો અને વખાણ કર્યા હતા.
એર હોસ્ટેસનો ડાન્સ વીડિયો
મનિકા મગે હિતે ગીત પર આ વર્ષે એક એર હોસ્ટેસે પણ શાનદાર ડાન્સથી ઈન્ટરનેટને હિલોળે ચડાવ્યું હતું. એર હોસ્ટેસનું નામ આયત છે જે જોત જોતામાં તો સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ. આજે તેના અનેક વીડિયો વાયરલ છે.
ડો. કે.કે. અગ્રવાલનો વીડિયો
ઈન્ડિયન ઓઈલના મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. કે કે અગ્રવાલનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોરોના ડ્યૂટી સમયે તેમની પત્નીનો ફોન આવે છે અને તેઓ નારાજ થઈ જાય છે. અત્રે જણાવવાનું કે કોરોનાની બીજી લહેર દરમિયાન કે.કે અગ્રવાલનું નિધન થયું હતું. બંને રસી લીધા બાદ પણ તેમનું નિધન થયું તે ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.
Please don't attend your wife's call when you are going live on social media 😂
Dr KK Aggarwal , Senior Cardiologist and National President IMA 👇#MedTwitter pic.twitter.com/SP2naZqu8F
— THE BONE DOCTOR OF J&K Dr Vikas Padha🇮🇳 (@DrVikasPadha) January 27, 2021
વડોદરાના ડોક્ટર્સનો પીપીઈ કિટમાં ડાન્સ
કોરોના સમયે સમગ્ર દેશના ડોક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાનનો કેટલાક ડોક્ટર્સનો એક વીડિયો સામ આવ્યો હતો. જેમાં તેઓ પીપીઈ કિટ પહેરીને દર્દીઓને મોટિવેટ કરવા માટે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
Dancing in the Dark. Doctors and Nurses at Parul Sevashram Cheers Up COVID-19 Patients By Busting Moves In medical Gear pic.twitter.com/3wzwazDD1n
— Our Vadodara (@ourvadodara) April 15, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે