Train Accident: મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર, 2ને ઇજા, જાણો સમગ્ર ઘટનાક્રમ

આ ટ્રેન રાયપુરથી નિકળી હતી અને નાગપુર તરફ આવી રહી હતી. દુર્ઘટના સર્જાવવાનું કારણ માલગાડી અને પેસેંજર ટ્રેન 'ભગત કી કોઠી' વચ્ચે સિગ્નલ ન મળવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે સિગનલ ન મળતાં બંને ટ્રેનો સામેથી એકબીજાની સામે આવી ગઇ અને આ ટકકરમાં ટ્રેનનો S3 ડબ્બો પાટા પરથી ઉતરી ગયો. 

Train Accident: મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર, 2ને ઇજા, જાણો સમગ્ર ઘટનાક્રમ

Maharashtra Gondia Train Accident: મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માત પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. ગોંદિયામાં મોડી રાત્રે લગભગ દોઢ વાગે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેના લીધે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. સેંટ્રલ રેલવેના પીઆરઓએ જણાવ્યું હતું કે માલગાડી સાથે ટક્કરમાં 2-3 મુસાફરોને ઇજા પહોંચી છે, જે હોસ્પિટલમાં એડમિટ છે. બાકી તમામ મુસાફરોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ટ્રેન રાયપુરથી નિકળી હતી અને નાગપુર તરફ આવી રહી હતી. દુર્ઘટના સર્જાવવાનું કારણ માલગાડી અને પેસેંજર ટ્રેન 'ભગત કી કોઠી' વચ્ચે સિગ્નલ ન મળવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે સિગનલ ન મળતાં બંને ટ્રેનો સામેથી એકબીજાની સામે આવી ગઇ અને આ ટકકરમાં ટ્રેનનો S3 ડબ્બો પાટા પરથી ઉતરી ગયો. 

2-3 મુસાફરોને પહોંચી ગંભીર ઇજા
આ ડબ્બામાં બેઠેલા 2-3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના મોટી રાત્રે લગભગ દોઢ વાગે થયો હતો. જોકે રાહતની વાત એ છે કે આ ભયંકર દુર્ઘટનામાં કોઇના મોતના સમાચાર નથી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) August 17, 2022

તો બીજી તરફ ભારતીય રેલવેના અનુસાર સવારે 4:30 વાગે રી-રેલમેન્ટનું કામ પુરૂ થયા બાદ પ્રભાવિત ટ્રેન સવારે 5.24 વાગે સાઇટ પરથી રવાના થઇ અને સવારે 5.4ત વાગે અપ એન્ડ ડાઉન ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news