પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના, 60નાં મોત, 51 ઘાયલ
હાવડા મેલ અને એક ડીએમયૂ ટ્રેન એકાએક આવી જતાં આ અકસ્માત સજાર્યો હતો. લોકો ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઇ રહ્યા હતા તે સમયે અચાનક ટ્રેન આવી ગઈ હતી. લોકો એક ટ્રેનથી બચવા માટે બીજી તરફ ગયા, તો બીજા ટ્રેક પર પણ ટ્રેન આવી ગઇ હતી.
Trending Photos
અમૃતસર: પંજાબના અમૃતસરમાં જૌડા ફાટકની નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ દુર્ઘટનામાં 60 લોકોનાં મોત થયાં છે, જ્યારે 51 ઘાયલ થયા છે. પંજાબ સરકાર તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખ અને ઘાયલોનો મફત ઈલાજ કરવાની જાહેરાત કરાઈ હતી. વડા પ્રધાન મોદી તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખની સહાય અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરાઈ હતી.
ટ્રેનના પાટાની નજીક નજીક રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકો પુતળા દહન જોવામાં મશગુલ હતા અને અચાનક ધસમસતી ટ્રેન આવીને લોકોને કચડીને આગળ જતી રહી હતી.
હાવડા મેલ અને એક ડીએમયુ ટ્રેન એકાએક આવી જતાં આ અકસ્માત સજાર્યો હતો. લોકો ટ્રેક પર ઊભા રહીને પુતળા દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવતાં જોઈને લોકો ટ્રેનથી બચવા માટે બીજા ટ્રેક પર ગયા હતા, પરંતુ ત્યાં પણ સામેથી બીજી ટ્રેન આવી ગઈ હતી.
#Punjab: An eyewitness says, a train travelling at a fast speed ran over several people during Dussehra celebrations, in Choura Bazar near Amritsar pic.twitter.com/JziMF03JyS
— ANI (@ANI) October 19, 2018
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કરીને મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરી છે.
Shocked to hear of tragic rail accident in Amritsar. Have asked all govt & pvt hospitals to stay open to help in this hour of grief. District authorities have been directed to take up relief and rescue operations on a war footing, tweets Punjab CM (file pic) pic.twitter.com/sT6mgTDaIl
— ANI (@ANI) October 19, 2018
અકસ્માતમાં મૃતકોનો આંકડો મોટો હોઇ શકે છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, રાવણ દહન વખતે ત્યાં ભીડ વધુ હતી. આ દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી ગઇ. ઘટનાસ્થળ પર રેલવેના ટોચના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે. ઘટનાસ્થળ પર બચાવકાર્ય શરૂ થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને એમ્બુલંસ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
#Punjab: At gate no. 27 b/w Amritsar & Manawala. As Dussehra celebration was taking place some incident had occurred& people started rushing towards closed gate number 27 while a DMU train number 74943 was passing the closed gate: CPRO Northern Railway; Visuals from accident site pic.twitter.com/TMJILYC6Or
— ANI (@ANI) October 19, 2018
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, તંત્ર અને દશેરા સમિતીની ભૂલના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે. જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે ટ્રેન દ્વારા હોર્ન વગાડવું જોઈતું હતું. તંત્રએ ટ્રેન ધીમી પડે એવી વ્યવસ્થા કરવી જોઈતી હતી. LIVE TV
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાવણનું પુતળું સળગાવી દેવાયું હતું. જેના કારણે ફાટકડાનો મોટો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નથી અને આ દુર્ઘટના સર્જાઈ છે.
ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું કે, દુર્ઘટના અમૃતસરના મનાવાલા ગેટ નંબર 27 B/W ખાતે સર્જાઈ છે. રાવણના પુતળા દહન કાર્યક્રમને કારણે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યાામાં લોકો હાજર હતા. આ દુર્ઘટના થઈ ત્યારે DMU ટ્રેન નંબર 74943 પસાર થઈ રહી હતી. આ દરમિયાન લોકો ગેટ નંબર 27 તરફ દોડવા લાગ્યા હતા.
#WATCH Amritsar accident: Police Commissioner SS Srivastava says, "Exact death toll is not known but it is definitely more than 50-60. We are still evacuating people." pic.twitter.com/5l9Gjw90VB
— ANI (@ANI) October 19, 2018
આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર પણ હાજર હતાં. જોકે, લોકો એવું કહી રહ્યા છે કે, દુર્ઘટના થયા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ કારણે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાવણનું પુતળું બળી ગયું હતું અને જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે હું કાર્યક્રમ સ્થળેથી નીકળી ગઈ હતી. લોકો આવી દુર્ઘટના પર રાજકારણ રમી રહ્યા છે તેના અંગે શરમ આવે છે.
The effigy of Ravan was burnt&I had just left the site when the incident happened. Priority is to get the injured treated. Dussehra celebrations are held there every year. People who are doing politics over this incident should be ashamed : Navjot Kaur Sidhu,on #Amritsar accident pic.twitter.com/QEsjoEdzS3
— ANI (@ANI) October 19, 2018
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વીટર પર જણાવ્યું કે, "અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને બહુ મોટો આઘાત લાગ્યો છે. કંપારી છુટી જાય એવી દુર્ઘટના છે. જેમણે પોતાનાં પરિજનોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે તેમના દુઃખમાં હું સહભાગી છું અને ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાહતકાર્ય કરવા માટે સુચના આપી છે."
Extremely saddened by the train accident in Amritsar. The tragedy is heart-wrenching. My deepest condolences to the families of those who lost their loved ones&I pray that the injured recover quickly. Have asked officials to provide immediate assistance that is required: PM pic.twitter.com/Omx1oyXjDs
— ANI (@ANI) October 19, 2018
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, "પંજાબના અમૃતસરમાં રેલ દુર્ઘટનાના સમાચાર સાંભળીને ઘણું જ દુખ થયું છે. રેલવે અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ-રાહત કાર્યો શરૂ કરી દેવાયા હશે. મૃતકોનાં પરિજનોના દુખમાં ભાગીદાર છું."
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના સમાચાર જાણી ઘણું જ દુખ પહોંચ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને સાંત્વના પાઠવું છું અને મારી લાગણીઓ તેમની સાથે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત-બચાવ કાર્યમાં જોડાઈ જવા અને દરેક શક્ય મદદ કરવા વિનંતી કરું છું."
अमृतसर में हुए ट्रेन हादसे की ख़बर से बहुत आहत हूँ| मेरी संवेदनाएं इस हादसे में मारे गए और पीड़ितों के परिवारों के साथ है।राज्य सरकार एवं कांग्रेस पार्टी के साथियों से मेरा आग्रह है कि राहत और बचाव कार्य में अपना पूर्ण योगदान दें और पीड़ितों को हर संभव मदद पहुँचाएँ|
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે