આ રાજ્યમાં માત્ર 3 કિલોમીટરના અંતરમાં દોડે છે ટ્રેન, જાણો કારણ

Indian Railways: ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે 80 કલાકની મુસાફરી માટે ટ્રેન ઉપલબ્ધ છે તો સાથે જ 9 મિનિટની જ યાત્રા માટે પણ અહીં ટ્રેન દોડે છે.

આ રાજ્યમાં માત્ર 3 કિલોમીટરના અંતરમાં દોડે છે ટ્રેન, જાણો કારણ

Indian Railways: ભારતીય રેલ નેટવર્ક દુનિયામાં ચોથા ક્રમ પર આવે છે. ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે લાંબી રેલ યાત્રા અને નાનામાં નાની રેલ યાત્રા પણ થઈ શકે છે. આજે તમને ટ્રેન વિશેની આવી જ રસપ્રદ માહિતી આપીએ. આજે તમને જણાવ્યું કે દેશમાં સૌથી લાંબા અંતરની ટ્રેન કયા શહેરથી કયા શહેર વચ્ચે દોડે છે અને સૌથી ટૂંકી મુસાફરી કયા શહેર વચ્ચે ટ્રેનની થાય છે. ભારતીય રેલવે માત્ર ત્રણ કિલોમીટરના અંતર માટે પણ એક ટ્રેન દોડાવે છે. અને આ ટ્રેન મુસાફરોથી હંમેશા ખર્ચો ખર્ચ ભરેલી હોય છે. 

આ પણ વાંચો:

વિવેક એક્સપ્રેસ ડિબ્રુગઢ થી કન્યાકુમારી વચ્ચે 4286 km નું અંતર કાપે છે. જે સૌથી લાંબી યાત્રા છે. પરંતુ સૌથી ઓછા અંતરની યાત્રા માત્ર 3 km ની છે જે ભારતીય રેલ નાગપુર થી અજની વચ્ચે કાપે છે. મહારાષ્ટ્રમાં કેટલીક ટ્રેન નાગપુર અને અજની વચ્ચે ત્રણ કિલોમીટર માટે દોડે છે. આ ટ્રેન નાગપુર થી અંજની વચ્ચેની મુસાફરી 9 મિનિટમાં જ પૂરી કરી લે છે. આ યાત્રા માટે લોકોને જનરલ ક્લાસમાં 60 રૂપિયા અને સ્લીપર ક્લાસમાં 175 રૂપિયા ભાડું આપવાનું હોય છે. જોકે યાત્રા 9 મિનિટની જ હોવાથી સ્લીપર ક્લાસમાં બુકિંગ નો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ આ ટ્રેનમાં સામાન્ય કોચ ખચોખચ ભરેલો હોય છે. 

સૌથી લાંબા રૂટ ની ટ્રેનની વાત કરીએ તો તેનું નામ વિવેક એક્સપ્રેસ છે. આ ટ્રેનની ઘોષણા સ્વામી વિવેકાનંદની 150મી જયંતિ પર થઈ હતી. આ ટ્રેન  અસમના ડિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી ચાલે છે. આ ભારતની સૌથી લાંબી ટ્રેન યાત્રા છે. આ મુસાફરી પૂરી કરતાં 80 કલાકનો સમય લાગે છે. મુસાફરી દરમિયાન આ ટ્રેન 57 સ્ટેશન પર અટકે છે જે કુલ નવ રાજ્યમાં આવેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news