West Bengal Election 2021: TMC એ જાહેર કરી 291 ઉમેદવારોના નામની યાદી, Mamata Banerjee આ બેઠક પરથી લડશે ચૂંટણી
પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી આગામી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 294 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી આગામી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 291 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કોલકાતામાં પોતાના કાલીઘાટ ખાતેના નિવાસસ્થાનેથી તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીએ 3 બઠકો પોતાની સહયોગી ગોરખા જનમુક્તિ મોર્ચા માટે છોડી છે. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે.
નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હું ભવાનીપુર સીટને સોભનદેવ ચટ્ટોપાધ્યાય માટે છોડી રહી છું. હું ફક્ત નંદીગ્રામ (Nandigram Vidhan Sabha Seat) થી ચૂંટણી લડીશ.
આ 3 બેઠકો સહયોગી માટે છોડી
મમતા બેનર્જીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા કહ્યું કે રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસ 291 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 3 બેઠક સહયોગી પાર્ટી ગોરખા જનમુક્તિ મોરચા માટે છોડી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે ટીએમસીએ દાર્જિલિંગ, કલિમ્પોંગ અને કુરસેઓંગ સીટ ગોરખા જનમુક્તિ મોરચાને આપી છે.
50 મહિલાઓ અને 42 મુસ્લિમોને આપી ટિકિટ
મમતા બેનર્જીએ જણાવ્યું કે અમે ચૂંટણી સમિતિ સાથે બેઠક બાદ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પાર્ટીએ 50 મહિલાઓને આ વખતે ટિકિટ આપી છે. આ ઉપરાંત ટીએમસીએ 42 મુસ્લિમો, 79 અનુસૂચિત જાતિ અને 17 અનુસૂચિત જનજાતિના લોકોને ટિકિટ આપી છે.
ટીએમસીએ આ ફોર્મ્યુલા પર નક્કી કર્યા નામ
1. 80 વર્ષથી ઉપરના કોઈ નેતાને ટિકિટ નથી અપાઈ.
2. ગંભીર બીમારી કે લાંબી બીમારીવાળા કોઈ વ્યક્તિને ટિકિટ અપાઈ નથી.
3. 80 વર્ષથી વધુ ઉંમર અને બીમારીવાળા કેટલાક વર્તમાન વિધાયકોની ટિકિટ કપાઈ છે.
4. લિસ્ટમાં લગભગ 40 ટકા કે તેનાથી વધુ મહિલાઓને સામેલ કરાઈ છે.
5. વિશેષ રીતે યુવા નેતાઓ અને વિદ્યાર્થી વિંગના નેતાઓને તક અપાઈ જે વધુ ઉર્જા સાથે કામ કરશે અને તેમની છબી ચોખ્ખી છે.
6. આ વખતે સિતારાઓ/ કલાકારો/ ખેલાડીઓની વધુ ભાગીદારી કરાઈ છે.
7. ભ્રષ્ટાચારના આરોપ કે ખરાબ છબીવાળા નેતાઓને આ વખતે ટિકિટ અપાઈ નથી.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે ચૂંટણી
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મે ના રોજ આવશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 બેઠકો માટે, જ્યારે ત્રીજા તબક્કામાં 312, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 અને આઠમા તબક્કામાં 35 બેઠકો માટે મતદાન કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે