Twitter એ અંતરિમ મુખ્ય અનુપાલન અધિકારીની કરી નિમણૂક, કહ્યું- જલદી મંત્રાલયને વિગત આપવામાં આવશે

ટ્વિટરે કહ્યું છે કે તેણે વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરી છે, ટૂંક સમયમાં આ અંગેની વિગતો માહિતી ટેકનોલોજી મંત્રાલયને આપવામાં આવશે.

Twitter એ અંતરિમ મુખ્ય અનુપાલન અધિકારીની કરી નિમણૂક, કહ્યું- જલદી મંત્રાલયને વિગત આપવામાં આવશે

નવી દિલ્હીઃ ટ્વિટરે વચગાળાના મુખ્ય પાલન અધિકારી ( Interim Chief Compliance Officer) ની નિમણૂક કરી છે. કંપનીએ કહ્યું કે, જલદી સૂચના ટેક્નોલોજી મંત્રાલયની સાથે વિગત શેર કરવામાં આવશે. ટ્વિટર પ્રવક્તાએ કહ્યું કે, નવા દિશાનિર્દેશોનું પાલન કરવાનો દરેક પ્રયાસ જારી છે. સૂચના ટેક્નોલોજી મંત્રાલયને દરેક પગલાની પ્રગતિની જાણકારી આપવામાં આવી રહી છે. 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટર અને કેન્દ્ર વચ્ચે ઘણા મુદ્દાને લઈને ટકરાવ જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં સૂચના ટેક્નોલોજી મંત્રાલયે ટ્વિટરને, એક અંતિમ નોટિસ જારી કરતા નવા આઈટી નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. 

વિવાદો વચ્ચે કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી એક સંસદીય સમિતિએ માઇક્રો બ્લોગિંગ સાઇટના સર્વોચ્ચ અધિકારીઓને શુક્રવારે નિવેદન નોંધાવવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગથી બચવા માટે રિપોર્ટ રજૂ કરવા સમન્સ પાઠવ્યું છે.

સૂચના અને ટેક્નોલોજી સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ સોશિયલ મીડિયા મંચનો દુરૂપયોગ અને નાગરિક અધિકારોની સુરક્ષાથી સંબંધિત મુદ્દા પર પોતાનો પક્ષ રાખવા માટે ફેસબુક અને ટ્વિટર સહિત સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીોને સમન્સ પાઠવ્યું છે. 

નવા નિયમ
મહત્વનું છે કે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા આઈટી નિયમોની જાહેરાત કરી હતી જે પાછલા મહિને લાગૂ થયા છે. નવા નિયમો હેઠળ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા મંચોએ વધારાના ઉપાયો કરવા પડશે. જેમાં ભારતમાં મુખ્ય પાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારી વગેરેની નિમણૂક શામેલ છે. મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રાખવામાં આવે છે, જેના રજીસ્ટ્રેડ યૂઝર્સોની સંખ્યા 50 લાખથી વધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news