ઉદ્ધવનો ટોણો : પીએમ વિદેશી મહેમાનોને ફેરવવા માટે ગુજરાત જ કેમ લઈ જાય છે? કાશ્મીર અને બંગાળ કેમ નહીં?

પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના હિંદુત્વને બીજેપીના હિંદુત્વથી અલગ ગણાવ્યું 

ઉદ્ધવનો ટોણો : પીએમ વિદેશી મહેમાનોને ફેરવવા માટે ગુજરાત જ કેમ લઈ જાય છે? કાશ્મીર અને બંગાળ કેમ નહીં?

નવી દિલ્હી : વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ભૂતપૂર્વ સાથે બીજેપીથી અલગ થઈને ચૂંટણીના મેદાનમાં ઉતરશે. કેન્દ્રની રાજનીતિમાં આવું 1990 પછી પહેલીવાર થશે. જોકે, રાજ્યની ચૂંટણીમાં 2014માં બંને અલગઅલગ જ લડ્યા હતા. શિવસેનાએ પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી પર અનેક શાબ્દિક હુમલાઓ કર્યા. ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત ચૂંટણીમાં બીજેપીના પ્રદર્શન તેમજ વિદેશી મહેમાનોને વડાપ્રધાન દ્વારા કરાવાતા ગુજરાત ભ્રમણને ટાર્ગેટ કર્યું હતું. પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના હિંદુત્વને બીજેપીના હિંદુત્વથી અલગ ગણાવ્યું હતું. ઠાકરેએ વડાપ્રધાનને શ્રીનગરના લાલ ચોક ખાતે ઝંડો લહેરાવવાનું સૂચન પણ કર્યું હતું. 

56 ઇંચની છાતીના મામલે માર્યો ટોણો
ઉદ્ધવ ઠાકરેએ ટોણો મારતા કહ્યું કે 56 ઇંચની છાતી હોવાથી કંઈ નથી થતું. છાતી કેટલી મોટી છે એ મહત્વનું નથી પણ એમાં કેટલો દમ અને શોર્ય છે એ મહત્વનું છે. પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના હિંદુત્વને બીજેપીના હિંદુત્વથી અલગ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે મોટીમોટી વાતો કરવાથી કંઈ નથી થતું. 

વિદેશી મહેમાનોના મામલે સવાલ
ઉદ્ધવ ઠાકરેએ સવાલ કરતા જણાવ્યું છે કે 'વડાપ્રધાન દર વખતે વિદેશથી આવતા નેતાઓને અમદાવાદ લઈ જાય છે તો તેમને ફેરવવા માટે બીજા કોઈ રાજ્યો નથી? તેમને ફેરવવા માટે લાલ ચોક કેમ નથી લઈ જતા? તેમને ત્યાં ફેરવવા જોઈએ અને ત્રિરંગો પણ લહેરાવવો જોઈએ. અમદાવાદમાં વિદેશી નેતાઓને લઈ જઈ પતંગ ઉડાવવામાં આવે છે તો આવો પ્રયાસ લાલ ચોક ખાતે પણ કરવો જોઈએ.'

'અચ્છે દિન'ના નારાની ઉડાવી મજાક
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વડાપ્રધાન દરેક ચૂંટણીમાં કહે છે કે 'અચ્છે દિન' આવવાના છે તો શું હજી આવ્યા? ઉદ્ધવ ઠાકરેએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાનના મગજમાં સત્તાની હવા ભરાઈ ગઈ છે. ગુજરાતની ચૂંટણીનો ઉલ્લેખ કરીને ઉદ્ધવ ઠાકરે કમેન્ટ કરી હતી કે ગુજરાતમાં જોયું ને શું થયું. બીજેપી નીચે આવી છે અને કોંગ્રેસ ઉપર ગયું છે. મને આ વાતથી કોઈ ખુશી નથી. જો ગુજરાતમાં કોઈ ત્રીજી ક્ષેત્રીય પાર્ટી હોત તો જનતા ચોક્કસ એને વોટ આપત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news