મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ કારણે તેમનું વિધાનસભા કે વિધાન પરિષદ બંન્નેમાંથી કોઈ એકમાં સભ્ય બનવુ જરૂરી થઈ ગયું હતું. કારણ કે 6 મહિનાની સમયમર્યાદા પૂરી થવાની હતી.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 9 ખાલી સીટો પર 21 મેએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ હવે તેની જરૂર પડશે નહીં કારણ કે ત્રણ ઉમેદવારોએ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ત્યારબાદ મેદાનમાં માત્ર 9 ઉમેદવારો બાકી રહ્યાં હતા. આ કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને બિનહરીફ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય ચૂંટી લેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ કારણે તેમનું વિધાનસભા કે વિધાન પરિષદ બંન્નેમાંથી કોઈ એકમાં સભ્ય બનવુ જરૂરી થઈ ગયું હતું. કારણ કે 6 મહિનાની સમયમર્યાદા પૂરી થવાની હતી. મહત્વનું છે કે ચૂંટણીના મેદાનમાંથી પોતાનું નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 મે હતી. આ કારણ છે કે આજે વધારાના ઉમેદવારોએ નામ પરત લઈ લીધા એટલે ચૂંટણીની જરૂરીયાત પૂરી પણ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં જે 9 સભ્ય બિનહરીફ ચૂંટાયા છે તેમાં શિવસેનાના બે, એનપીસીના બે, કોંગ્રેસના એક અને ભાજપના ચાર સભ્યો સામેલ છે. શિવસેના તરફથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નીલમ ગોહરે, એનસીપી તરફથી શશિકાંત શિંદે અને અમોલ મિટકરી અને કોંગ્રેસ તરફથી રમેશ કારદ વિધાન પરિષદમાં ચૂંટાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે