Ujjain Mahakal Mandir: મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના, ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝ્યા

Mahakal Mandir Ujjain: ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. 

Ujjain Mahakal Mandir: મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના, ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjain Mahakal Mandir: ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો છે. મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તો બીજી તરફ સૂચના મળતાં પોલીસ અને રાહત બચાવની ટીમ આગમાં દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

સોમવારે સવારે ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગેલી આગમાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિરમાં અબીલ ગુલાલ ચઢાવતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. આગના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. 

— ANI (@ANI) March 25, 2024

— ANI (@ANI) March 25, 2024

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા પણ ઘાયલોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે અને ખતરાની બહાર છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી.

પૂજારી સહિત 13 લોકો ઘાયલ - કલેક્ટર
આ મામલે વધુ માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, "ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે... તેઓ સારવાર હેઠળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news