ગુજરાતની અનોખી હોળી : ગાળો ન બોલાય ત્યાં સુધી હોળી પ્રગટાવાતી નથી

Holi Festival : ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં અનોખી હોળી... હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલવામાં આવે છે અપશબ્દો... હોલીકા ઉત્સવની જયોત પણ રામરાખના હોલિકાત્સવમાંથી કરાય છે પ્રજ્વલિત...

ગુજરાતની અનોખી હોળી : ગાળો ન બોલાય ત્યાં સુધી હોળી પ્રગટાવાતી નથી

Gir Somnath News કૌશલ જોશી/ગીર-સોમનાથ : ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં અનોખો હોલિકા ઉત્સવ ઉજવાય છે. હોળિકાના પ્રાગટય સમયે મોટા અવાજે અપશબ્દો બોલાવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહી પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે. જેના દ્વારા ભગવાન ભૈરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના કરવામાં આવે છે. 

ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતાં સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં ઊજવાય છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે.

આવો જ કાંઇક અનોખો હોલીકાઉત્સવ ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ઉજવાય છે. આપને જાણીને નવાઈ લાગશે કે, અહીંા હોલીકા દહનના પ્રારંભે મોટા અવાજે અપશબ્દોના ઉચ્ચારણ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ અપશબ્દ નહી પરંતુ આને ફાગ કહેવામાં આવે છે, જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારના ઉચ્ચરણ છે અને આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. 

gir_somnath_holi_zee2.jpg

સોમનાથના તીર્થ પુરોહિત સમાજના દિવ્યેશ જાની આ અનોખી હોળીના મહિમા વિશે જણાવે છે કે, પ્રભાસ તીર્થના રામરાખ ચોખમાં આદિ અનાદિ કાળથી સમસ્ત હિન્દુ સમાજ ભેગો થઇ ઉજવે છે. મિત્રમંડળ દ્વારા સાત દિવસ પહેલા ખેતરોમાંથી માટી લઈને પહેલા તેને પલાળવામાં આવે છે. હોળીના આગલા દિવસે આ માટીથી કાલભૈરવની મૂર્તિ બનાવવામાં આવે છે. ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવમાં ગત વર્ષે હોલિકા ઉત્સવમાં પુલવામાં શહીદ થયેલ જવાનોના પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનું પણ ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ હતું. કોરોના મહામારી સમયે બીમારીમાં કેમ રક્ષણ મેળવવુ તેવા ફટાકડા દરેક મીત્રમંડળના સભ્યોએ લગાડી લોકોને સજાગ કરવામાં આવ્યા હતા.

આજે અને આવતીકાલ માટે ભયાનક આગાહી : બહાર નીકળશો તો મકાઈના ડોડાની માફક શેકાઈ જશો
 
ભારત અને ગુજરાતભરમાં હોળીનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેમાં ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે હજારો અનાદિકાળથી ઉજવાતો અનોખા પ્રકારનો હોળી ઉત્સવ ભારતભરમાં કદાચ ક્યાંય ઉજવાતો નહી હોય. આ ઉત્સવમાં પ્રભાસપાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે. તેમજ પ્રભાસપાટણની અન્ય જુદ જુદા વિસ્તારોમાં થતાં હોલીકા ઉત્સવની જયોત પણ રામરાખના હોળિકા ઉત્સવમાંથી લઈને જ પ્રજવલીત કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news