PM મોદીની પ્રશંસા અને પાર્ટી પર સવાલ, કૃષિ કાયદા પર ઉમા ભારતીએ કર્યા ટ્વીટ

આમ તો પીએમની જાહેરાત બાદ તમામ ભાજપ નેતાઓની ટિપ્પણીઓ આવી છે. પરંતુ આ પ્રથમવાર છે જ્યારે કોઈ ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર ટિપ્પણી કરી છે.
 

PM મોદીની પ્રશંસા અને પાર્ટી પર સવાલ, કૃષિ કાયદા પર ઉમા ભારતીએ કર્યા ટ્વીટ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાને પરત લેવા પર ઉમા ભારતી ચોકી ગયા છે. ઉમા ભારતીએ આજે ટ્વીટ કર્યું કે જ્યારે પ્રધાનમંત્રીએ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત કરી તો હું ચોકી ગઈ. આમ તો પીએમની જાહેરાત બાદ તમામ ભાજપ નેતાઓની ટિપ્પણીઓ આવી છે. પરંતુ આ પ્રથમવાર છે જ્યારે કોઈ ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર ટિપ્પણી કરી છે.

ઉમા ભારતીએ ટ્વિટર પર ટૂ થ્રેડ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, છેલ્લા ચાર દિવસથી વારાણસીમાં ગંગા કિનારે છું. 19 નવેમ્બર 2021ના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત કરી તો હું અવાચક રહી ગઈ. તેથી 3 દિવસ બાદ પ્રતિક્રિયા આપી રહી છું. ઉમા ભારતીએ આગળ લખ્યુ કે પ્રધાનમંત્રીએ કાયદાની વાપસી કરવા સમયે જે કહ્યું તે મારા જેવા લોકોને ખુબ વ્યથિત કરી ગયું. 

— Uma Bharti (@umasribharti) November 22, 2021

આ ભાજપા કાર્યકર્તાઓની કમી
ઉમા ભારતીએ આગળ લખ્યું કે જો કૃષિ કાયદાનું મહત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાનોને ન સમજાવી શક્યા તો તેમાં અમારા બધા ભાજપ કાર્યકર્તાઓની કમી છે. અમે કેમ કિસાનો સાથે સારી રીતે સંપર્ક અને સંવાદ ન કરી શક્યા. તેમણે લખ્યું કે, નરેન્દ્ર મોદી ખુબ ઉંડા વિચાર અને સમસ્યાને મૂળથી સમજનાર પ્રધાનમંત્રી છે. જે સમસ્યાને મૂળથી સમજે છે તે સમાધાન પણ કાઢે છે. ભારતની જનતા અને પીએમ મોદીનો સમન્વય, વિશ્વના રાજકીય, લોકતાંત્રિક ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. 

વિપક્ષના દુષ્પ્રચારનો સામનો ન કરી શક્યા
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ આગળ લખ્યું કે, કૃષિ કાયદાના સંબંધમાં વિપક્ષના સતત દુષ્પ્રચારનો સામનો અમે ન કરી શક્યા. આ કારણથી તે દિવસે પ્રધાનમંત્રી મોદીના સંબોધનથી હું ખુબ વ્યથિત થઈ રહી હતી. તેમણે લખ્યું કે મારા નેતા નરેન્દ્ર મોદીએ તો કાયદા પરત લેતા પણ પોતાની મહાનતા સ્થાપિત કરી છે. આપણા દેશના આવા અનોખા નેતા યુગ યુગ જીવે, સફળ રહે તે હું બાબા વિશ્વનાથ તથા મા ગંગાને પ્રાર્થના કરુ છું. 

— Uma Bharti (@umasribharti) November 22, 2021

બીજા થ્રેડમાં કહી આ વાતો
ત્યારબાદ ઉમા ભારતીએ વધુ એક થ્રેડ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મેં થોડા સમય પહેલા ટ્વીટ્સ કર્યા છે. તે વિષયથી સંબંધિત કેટલીક અન્ય વાતો જે હું એક સમય બાદ બોલવા ઈચ્છતી હતી, તેથી હવે તે વિષય પર બોલી રહી છું. ઉમા ભારતીયે લખ્યું કે, આજ સુધી કોઈપણ સરકારી પ્રયાસથી ભારતના કિસાન સંતુષ્ટ થયા નથી. હું સ્વયં એક કિસાન પરિવારથી છું. મારા બે સગા મોટા ભાઈ આજે પણ ખેતી પર આશ્રિત છે. મારો તેની સાથે સતત સંવાદ થાય છે. મારી જન્મભૂમિના ગામથી મારો જીવંત સંપર્ક છે. મેં જોયું છે કે ઘઉં અને ડાંગરની ગાંસડીઓ, સોયાબીનના પાન, ચણાના ઝાડ અને રસીદાર શેરડી ગમે તેટલી લીલીછમ હોય અને લહેરાતી રહે, મારા ભાઈની ચિંતા ઓછી થતી નથી.

ખેડૂતોની ખેતી, આદિવાસીઓનું જંગલ
ઉમાએ વધુમાં ટ્વિટ કર્યું છે કે મારા મોટા ભાઈ અમૃતસિંહ લોધી હંમેશા મને કહે છે કે ખેતી એક સ્થાવર મિલકત છે અને ખેતી એ અખંડ સમૃદ્ધિનો પ્રવાહ છે પરંતુ ખેડૂત ક્યારેય અમીર બની શકતો નથી. હું મારા જન્મથી જ મારા ભાઈ અમૃતસિંહ લોધીનું જીવન જોઈ રહી છું. ઉમા આગળ લખે છે કે મને જે સમજાયું તે આ છે. ખાતર, બિયારણ અને વીજળી સમયસર મેળવવાનો અને પોતાની ઈચ્છા મુજબ અનાજ વેચવાનો અધિકાર એ સમૃદ્ધિનું સૂત્ર બની શકે છે. ખેતી ખેડૂતોની છે, તળાવ માછીમારોનું છે, મંદિરો પૂજારીઓ માટે છે, જંગલો આદિવાસીઓના છે અને દુનિયા ભગવાનની છે. વચ્ચે બીજું કોઈ નહીં આવે તો બધું સારું થઈ જશે, આ વાતો વધુ વિગતે ક્યારેક કહીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news