વિપક્ષ એકજૂથ થાઈ તો 2019માં મોદી પણ બનારસમાં હારી શકે છેઃ રાહુલ ગાંધી
વિપક્ષની એકતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ 2019માં લોકસભા ચૂંટણી હારી જશે.
Trending Photos
બેંગલુરૂઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે, વિપક્ષ એકજૂથ થઈ જાઈ તો ભાજપ 2019ની ચૂંટણી નહીં જીતી શકે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બનારસમાં પોતાની સીટ ગુમાવવી પડે છે. વિપક્ષની એકતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 2019માં ભાજપ નહીં જીતે અને તેની વિરુદ્ધ જો સપા અને બસપા સાથે આવી જાય તો નરેન્દ્ર મોદી પણ બનારસથી હારી શકે છે. વિભિન્ન ખાનગી, ક્ષેત્રિય આંકાક્ષાઓ છત્તા ગઠબંદન બનાવવા અને તેને સંભાળવા પ્રત્યે રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દલિત આક્રોશના સવાલમાં તેણે કહ્યું કે, ભાજપ આગામી ચૂંટણી જીતશે તે મને લાગતું નથી.
રાહુલે મીડિયા સાથે અનૌપચારિક વાતચીતમાં કહ્યું, કારણ કે બે વસ્તું છે, વિપક્ષની એકતા ખાસ સ્તર સુધી એક થઈ જાય તો ચૂંટણી જીતવી અસંભવ થઈ જશે. અત્યારે વિપક્ષની એકતા એક બિંદુ સુધી પહોંચી છે. તે સામાન્ય છે.
દરેક પક્ષ અને તેના નેતાઓની અલગ અલગ આકાંક્ષાઓ વચ્ચ વિપક્ષની એકતાના પ્રયત્નને લઈને આશંકા સંબંધિત સવાલ પર રાહુલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેનું સમાધાન થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો તેની પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે કર્ણાટક પાસેથી શિખશે કે કઈ રીતે સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવે છે. ગાંધી કર્ણાટકની યાત્રા એ છે. તેણે સફાઇ કર્મચારીઓ સાથે સંબાદ કર્યો હતો. મેયર આર સંપત રાયની સાથે મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ ગાંધીને કહ્યું કે, સફાઇ કર્મચારીઓનું વેતન 7500થી વધારીને 18000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
આગામી મહિને લાવીશું પાર્ટીનું રાષ્ટ્રીય ઘોષણા પત્ર
એક અન્ય સવાલ પર રાહુલે કહ્યું, આગામી થોડા મહિનામાં અણે રાષ્ટ્રીય ઘોષણાપત્ર બનાવવાનું શરૂ કરશું. આગામી કેટલાક મહિનામાં અમે કોંગ્રેસ પાર્ટી માટે રાષ્ટ્રીય ઘોષણાપત્ર તૈયાર કરવાના છીએ. તે તૈયાર કરવા માટે અત્યારે કોંગ્રેસમાં તેની વાતચીત ચાલી રહી છે. આ મોટુ પગલું છે. અમે પ્રક્રિયા શરૂ કરશું. રાહુલે એક અન્ય સવાલમાં કહ્યું, ભાજપ દ્વારા તૈયાર જીએસટી સાથે કોંગ્રેસ વિશ્વાસ રાખતી નથી. તેણે કહ્યું કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોંગ્રેસ એક સ્તરીય કરના પક્ષમાં છે. તેમણે કહ્યું, અમે એક સ્તરીય (જીએસટી) ઈચ્છીએ છીએ જેથી કોઈ ભ્રષ્ટાચાર ન થઈ શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટીની સમીક્ષા કરશે. હાલના સમયમાં જે જીએસટી છે તે વિશ્વનો સૌથી જટીલ કાયદો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે