પેટે પાટા બાંધીને માતાએ પુત્રને ભણાવ્યો, પુત્રએ નીટમાં મેળવ્યા 93.98 ટકા
મોહનનો ગોલ કાર્ડિયોલોજિસ્ટ બનવાનો છે. દરેકની માણસની સફળતા પાછળ કોઇને કોઇ અદ્રશ્ય શક્તિ હોય છે. મોહનની સફળતા પાછળ મહાન વ્યક્તિ અજય બહાદુર છે. જેઓ ભુવનેશ્વરમાં જિંદગી ફાઉન્ડેશનના સંસ્થાપક છે.
Trending Photos
આકરી મહેનત અને દ્રઢ નિશ્વિત હોય તો મોટામાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ કહેવતને ઓડિશાના 22 વર્ષીય મોહન બહેરાએ સાચી પાડી છે. જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેના પિતા સ્વર્ગસ્થ પામ્યા હતા. ત્યારે તેમના પરિવાર પર આફત તૂટી પડી હતી. આ અણધારી આફત વચ્ચે તેમની માતા ગીતાંજલિએ બે પુત્રો અને એક પુત્રી ઉછેર કર્યો. મોહન બહેરાના પિતા ભરત બહેરા 5 સભ્યોના પરિવારનું પાલન પોષણ કરવ માટે સમુદ્રમાં માછલી પકડવા જતા હતા, જેમાં તેમના 3 બાળકો પણ સામેલ હતા.
1999 માં આવેલા વિનાશકારી સુપર સાઇક્લોન બાદ ભરત બહેરાએ કાચા મકાન બનાવ્યું હતું જે આજે જર્જરિત હાલતમાં છે. જ્યારે વાવાઝોડું આવતું ત્યારે માતા ગીતાંજલિ પોતાની પુત્રીઓને ચક્રવાત આશ્રયસ્થાન લઇ જતી હતી, જો વધુ વરસાદ હોય તો તે ફક્ત ટાળું જ ભોજન કરીને દિવસ વિતાવતી હતી. માતા ગીતાંજલિને પોતાના બે પુત્રો મદન અને મોહન માટે ઘણી આશાઓ અને સપના હતા. કારણ કે બંને પુત્રો પ્રભાવશાળી હતા. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન સમર્પિત કરતાં 17 વર્ષથી વધુનો સમય પસાર કરી દીધો. તે પોતાની બધી જ આવક તેમના શિક્ષણ પર ખર્ચ કરી નાખતી હતી.
આ દરમિયાન મદન બેકિંગની તૈયારી રહી રહ્યો છે અને મોહને હવે નીટમાં 93.98 ટકા પ્રાપ્ત કર્યા છે. પરિણામ જાણ્યા બાદ પરિવાર ખુબ જ ખુશ છે કે મોહન જલદી જ ડોક્ટર બની જશે અને ગરીબ લોકોના ચહેરા પર સ્માઇલ લાવશે.
મોહનનો ગોલ કાર્ડિયોલોજિસ્ટ બનવાનો છે. દરેકની માણસની સફળતા પાછળ કોઇને કોઇ અદ્રશ્ય શક્તિ હોય છે. મોહનની સફળતા પાછળ મહાન વ્યક્તિ અજય બહાદુર છે. જેઓ ભુવનેશ્વરમાં જિંદગી ફાઉન્ડેશનના સંસ્થાપક છે. તે મોહન જેવા ઘણા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને રહેવાની સુવિધા પુરી પાડે છે. મોહન દિવસમાં 10 થી 12 કલાક અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી છે.
મોહન સહિત ઘણા વિદ્યાર્થીએ જિંદગી ફાઉન્ડેશન માટે રાષ્ટ્રીય સ્તર પર સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ભવિષ્યમાં વધુ સફળતા મળે તે માટે ફાઉન્ડેશન દ્વારા તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે