Modi Cabinet Decisions: મોદી સરકારે BSNLને આપ્યું જીવનદાન, 1.64 લાખ કરોડના પેકેજને આપી મંજૂરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, બીએસએનએલના 33,000 કરોડ બાકી રૂપિયાને ઇક્વિટીમાં બદલવામાં આવશે, સાથે કંપની 33000 કરોડ રૂપિયાની બેન્ક લોનની ચુકવણી માટે બોન્ડ જારી કરશે. 

Modi Cabinet Decisions: મોદી સરકારે BSNLને આપ્યું જીવનદાન, 1.64 લાખ કરોડના પેકેજને આપી મંજૂરી

નવી દિલ્હીઃ સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે 1.64 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં તેના પર મહોર લાગી છે. આ બેઠળ બે નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રથમ તે કે બીએસએનએલને સંકટમાંથી બહાર કાઢવા પેકેજ જાહેર કરવામાં આવશે. આ સિવાય તે 29616 ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી માટે કામ થશે, જ્યાં અત્યાર સુધી આ સુવિધા પહોંચી નથી. તે માટે 26316 કરોડ રૂપિયાનું સૈચુરેશન પેકેજ પણ નક્કી કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે સ્વતંત્રતા દિવસ પર આ વચન આપ્યું હતું. 

કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કેબિનેટ બેઠકમાં બીએસએનએલ અને બીબીએનએલના વિલયને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેનાથી બંને કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને કામકાજ માટે તાલમેલ સુધારી શકાશે. આઈટી મિનિસ્ટરે જણાવ્યું કે દેશભરમાં મોબાઇલ કનેક્ટિવિટી વધારવા માટે 19722 ટાવર લગાવવામાં આવશે. તેવામાં તમામ ગામડામાં પણ 4જી કવરેજ આપાવમાં આવશે, જ્યાં હજુ મોબાઇલ કનેક્ટિવિટીનો અભાવ છે. તેમણે કહ્યું કે સરકાર દેશના દરેક ભાગ સુધી મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. 

— ANI (@ANI) July 27, 2022

માનવામાં આવી રહ્યું છે કે સરકારે ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં એકવાર ફરીથી બીએસએનએલને સ્થાપિત કરવા માટે આ પગલું ભર્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં રિલાયન્સ જિયો અને વોડા-આઇડિયા તરફથી ઓછા ભાવમાં 4જી સર્વિસ ઉપલબ્ધ કરાવવાને કારણે બીએસએનએલના માર્કેટ શેરમાં ઘટાડો થયો છે. સરકાર તરફથી બીએસએનએલ પર 30,000 કરોડ રૂપિયાની લોનને ઓછા વ્યાજવાળા બોન્ડ્સ દ્વારા ચુકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. બીએસએનએલની સતત વધતી ખોટને લઈને સરકાર ચિંતિત રહી અને તેને બહાર કાઢવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news