સ્કૂલના બાળકો માટે રસીકરણમાં તેજી લાવો, કોરોનાના વધતા કેસ વચ્ચે બોલ્યા મનસુખ માંડવિયા

Corona Cases: દેશમાં ફરી કોરોના સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોની સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં તેમણે વેક્સીનેશનની ગતિ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. 

સ્કૂલના બાળકો માટે રસીકરણમાં તેજી લાવો, કોરોનાના વધતા કેસ વચ્ચે બોલ્યા મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ચોથી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી આઠ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી છે. 

આ વાતચીત દરમિયાન તેમણે રાજ્યોને સ્કૂલે જતા બાળકો માટે કોવિડ રસીકરણ કવરેજ વધારવા, વૃદ્ધો માટે પ્રિકોશન ડોઝ અને જીનોમ સિક્વેન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સમીક્ષા બેઠકમાં રાજ્યોને જણાવ્યું- કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. દરેક વધતા કેસ સાથે રાજ્યોએ એલર્ટ રહેવું પડશે અને કોવિડના નિયમોનું પાલન કરવુ પડશે. 

— ANI (@ANI) June 13, 2022

ચોથી લહેર આવવાની આશંકા
હકીકતમાં દેશમાં કોરોના કેસ વધવાને ચોથી લહેરની આશંકા ગણાવવામાં આવી રહી છે. દરરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8084 લોકો આ વાયરસનો શિકાર થયા છે. તો આ દરમિયાન 10 લોકોના મોત પણ થયા છે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 5,24,771 થઈ ગયો છે. દેશમાં કોવિડના એક્ટિવ કેસ વધીને 47995 થઈ ગયા છે, જે કુલ કેસના 0.11 ટકા છે. 

આ વચ્ચે દેશમાં વેક્સીનેશન અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ રસીના 195 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 13 જૂને દેશમાં 11 લાખ 77 હજાર 146 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વેક્સીનેશનનું કવરેજ 195 કરોડ 19 લાખ 81 હજાર 15 ડોઝ પર પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news