આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના, ટ્રક સાથે અથડાતા વેનમાં આગ, 7ના મોત
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે દુર્ઘટનાનો હાઈવે બની રહ્યો છે. અહીં એકવાર ફરી ભીષણ દુર્ઘટના સર્જાય છે. ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક ટ્રક અને વેનની જોરદાર ટક્કર બાદ વેને આગના ગોળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
Trending Photos
ઉન્નાવઃ આગરા-લખનઉ એક્સપ્રેસ-વે દુર્ઘટનાનો હાઈવે બની રહ્યો છે. અહીં એકવાર ફરી ભીષણ દુર્ઘટના સર્જાય છે. ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક ટ્રક અને વેનની જોરદાર ટક્કર બાદ વેને આગના ગોળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉન્નાવના ડીએમે સાત મોતોની પુષ્ટિ કરી છે. યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
ઉન્નાવના ડીએમે ઘટના વિશે જાણકારી આપતા જણાવ્યું કે, 'દુર્ઘટનામાં કુલ સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અમે લોકો ઘટના સ્થળ પર પહોંચી રહ્યાં છે. ગાડી ઉન્નાવના અંકિત વાજપેઈના નામે નોંધાયેલી છે. તે સ્પષ્ટ નથી કે તે વેનમાં હતો કે નહીં. ગાડીમાં સવાર લોકો ક્યાંથી હતા, હજુ તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.'
રોંગ સાઇડથી આવી રહી હતી વેન
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક વેન આવી રહી હતી. શરૂઆતી જાણકારી પ્રમાણે રોંગ સાઇડથી આવવાને કારણે વેન દુર્ઘટનાનો શિકાર બની હતી. વેનમાં સવાર મૃતકોના શબ કાઢી લેવામાં આવ્યા છે અને ઓળખનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાંગરમઉ ક્ષેત્રમાં આ અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડને મોકલવામાં આવી હતી. વહીવટી અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તો દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.
આ પહેલા કન્નોજના છિબરામઉમાં 10 જાન્યુઆરીએ બસ અને ટ્રકની ટક્કર બાદ બંન્ને વાહનોમાં આગ લાગી ગઈ હતી. છિબરામઉ ક્ષેત્રના સિરોહી ગામની પાસે થયેલા ગામની પાસે થયેલી આ દુર્ઘટનામાં પણ 20 કરતા વધુ લોકોના મોત થયા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે