બિલિંગમાં ગરબડી મુદ્દે ઉર્જા મંત્રીના શબ્દોમાં જોવા મળ્યો 'કરંટ', કહ્યું 'અહીં કરો ફરિયાદ'

ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ ફરી એકવાર કહ્યું કે વિદ્યુત ગ્રાહકોને સમયસર બિલ મળે તે ગમે તે પરિસ્થિતિમાં સુનિશ્વિત કરવામાં આવે. તેમણે પાવર કોર્પોરેશનને નિર્દેશ આપ્યા છે. 

Updated By: Oct 9, 2020, 05:38 PM IST
બિલિંગમાં ગરબડી મુદ્દે ઉર્જા મંત્રીના શબ્દોમાં જોવા મળ્યો 'કરંટ', કહ્યું 'અહીં કરો ફરિયાદ'

લખનઉ: ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ ફરી એકવાર કહ્યું કે વિદ્યુત ગ્રાહકોને સમયસર બિલ મળે તે ગમે તે પરિસ્થિતિમાં સુનિશ્વિત કરવામાં આવે. તેમણે પાવર કોર્પોરેશનને નિર્દેશ આપ્યા છે જો કોઇપણ ગ્રાહકના ત્રણ મહિનાથી વધુની સ્ટોર રીડિંગ થઇ તો તેના બિલની વસૂલી એજન્સી પાસે કરાવવામાં આવે. બિલિંગમાં કોઇપણ પ્રકારની ગરબડી સહન કરવામાં નહી આવે. આ નિર્દેશ શુક્રવારે ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ ગ્રાહક સેવાઓની સમીક્ષા માટે આયોજિત બેઠક દરમિયાન કરી. 

યૂપીપીસીએલ અધ્યક્ષ પાસે માંગી આખ્યા
ઉર્જામંત્રીએ બેઠક દરમિયાન બેદરકારી પર નારાજગી વ્યક્તિ કરી. બિલિંગ એજન્સીઓ સાથે કરાર હેઠળ હેઠળ જરૂરી કાર્યો કરાવવામાં નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે શહેરી વિસ્તારોમાં જાન્યુઆરી 2019 તથા ગ્રામીણ વિસ્તારોમા6 જુલાઇ 2019 સુધી 97% ડાઉનલોડ બિલિંગ કરવાની હતી. તેની સાથે જ ગ્રાહકોના મોબાઇલ નંબર, તેમના મીટર નંબર અને મીટરની જીપીએસ લોકેશન પણ બિલિંગ એજન્સીઓના માધ્યમથી એકત્ર કરવાના હતા. ત્યારબાદ પણ તેનું અનુપાલન સુનિશ્વિત કરવામાં આવ્યું નહી. આ સંબંધમાં યૂપીપીસીએલ અધ્યક્ષ સાથે આખ્યા પણ માંગી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube