ભાજપના મંત્રીનું ચોંકાવનારૂ નિવેદન: યોગી સરકારને તેનાં અધિકારીઓ લઇ ડુબશે

ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં મળેલા પરાજય માટે યોગી સરકારનો અહંકાર જવાબદાર હોવાનો મંત્રીનો બફાટ

ભાજપના મંત્રીનું ચોંકાવનારૂ નિવેદન: યોગી સરકારને તેનાં અધિકારીઓ લઇ ડુબશે

ફૈઝાબાદ : યૂપી સરકારમાં કેબનેટ મંત્રી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો મુખ્યમંત્રી પોતાનાં વિવેક સાથે કામ લે તો કદાચ પ્રદેશમાં આ પરિસ્થિતી ન થઇ હોત. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી પંચમ તલ પર રહેલા કેટલાક અધિકારીઓની સલાહ માનીને તેઓ કામ કરી રહ્યા છે. રાજભરે યોગી આદિત્યનાથ પર આરોપ લગાવતા કહ્યું કે, પંચમ તલ પર કેટલાક એવા અધિકારીઓ છે જે તેમની આસપાસ ફર્યા કરે છે અને મુખ્યમંત્રી માત્ર તેની જ વાતો માને છે. જે પ્રકારે અધિકારીઓ અખિલેશ અને માયાવતી સરકારને લઇને ડુબ્યા તેવી જ રીતે તેઓ યોગીને પણ લઇને ડુબશે. 

ફૈઝાબાદ પહોંચેલા મંત્રી ઓમપ્રકાશ રાજભરે શનિવારે પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા મંત્રી ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, મુખ્યમંત્રી વિવેકથી કામ નથી કરી રહ્યા. પ્રદેશમાં પરિસ્થિતી એવી છે કે લાભાર્થીઓને લાભ નથી મળી રહ્યો અને અપાત્રોને લાભ મળી રહ્યો છે. જે અધિકારીઓ યાદી મોકલે છે તેનાં પર જ યોગી પોતાનાં હસ્તાક્ષર કરે છે. જ્યારે અધિકારીઓ ગ્રાઉન્ડ પરની સાચી માહિતી જાણતા જ નથી હોતા. પ્રદેશમાં 27 ટકા અનામત્ત વર્ગનાં મુદ્દે પણ ઓમપ્રકાશનું દર્દ છલકાયું હતું. 

પ્રદેશ સરકારે પછાત વર્ગનાં મંત્રી ઓમપ્રકાશ રાજભરે એકવાર ફરીથી યોગી સરકાર પર શાબ્દિક પ્રકાર કર્યો હતો. દેશનાં 12 પ્રદેશમાં પછાત વર્ગને અનામત્તનો લાભ મળી રહ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં અનામત્તને સરકાર લાગુ નથી કરી રહી. તેમણે કહ્યું કે, સરકાર જે ચોપાલ લગાવી રહી છે તે ચોપાલમાં અધિકારીઓ લાભાર્થીને ઘુસવા જ નથી દેતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news