દેશમાં ફરી એકવાર ATMમાં દુષ્કાળ: પુર્વોત્તરનાં રાજ્યો પ્રભાવિત
દેશનાં ઘણા રાજ્યોમાં એકવાર ફરીથી રોકડની અછત સર્જાઇ છે, એટીએમ ખાલી થતા લોકોમાં રોષ
- પુર્વોત્તરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં રોકડની અછત
- અફવાનાં કારણે લોકોની નાણા મુકવા માટે દોટ
- RBIમાંથી રોકડ નહી આવતા સમસ્યા સર્જાઇ
Trending Photos
નવી દિલ્હી : દેશનાં ઘણા હિસ્સાઓમાં અચાનક ફરીથી રોકડની સમસ્યા પેદા થઇ ચુકી છે. પુર્વોત્તરનાં રાજ્યમાં લોકો એટીએમમાં રોકડની સમસ્યા સામે જજુમી રહ્યા છે. મળતી માહિતી અનુસાર મોટા ભાગનાં એટીએમ ખાલી થઇ રહ્યા છે. બેંકનાં વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, ગુવાહાટીમાં રિઝર્વ બેંક દ્વારા રોકડ નહી આવતી હોવાનાં કારણે એટીએમમાં નોટ લોડ નથી થઇ રહી. જેનાં કારણે આ સંકટ પેદા થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ આવી જ સમસ્યા પેદા થઇ હતી.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં રિઝનલ મેનેજર દીપક ચોધીએ કહ્યું કે, અમે એપરેટસને યોગ્ય રીતે ચલાવવા માટે એટીએમમાં ફ્રેશ નોટ્સ નાખવી જોઇએ. હાલ બેંકની પાસે જુની નોટ્સ છે અને અમે ગુવાહાટીમાં આરબીઆઇને કહ્યું કે, તેઓ અલગ અલગ મુલ્યની ફ્રેશ નોટ્સ તત્કાલ મોકલી આપે. તેમણે આગળ કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આવતા અઠવાડીયાની મધ્ય સુધીમાં સ્થિતી સામાન્ય થઇ જશે. આ અસ્થાયી પરિસ્થિતી છે.
હાલ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને મઇઝોરમમાં આ સમસ્યા છે. આ રાજ્યોમાં પરિસ્થિતી અત્યંત વિપરીત છે. લોકોમાં આ મુદ્દે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ઇટાનગરમાં એક બેંકે અધિકારીએ કહ્યું કે, રોકડની સમસ્યાને ઉકેલવા માટે બેંકોએ આંતરિક વ્યવસ્થા કરવી પડી અને ગ્રામ્ય વિસ્તારની બ્રાંચમાંથી નાણા મંગાવવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે