ભારતને મળશે દુનિયાનું બેસ્ટ ફાઈટર જેટ F-35! લૉકહી઼ડ માર્ટિને આપ્યું પ્રપોઝલ

ચોથી પેઢીનું લડાકું વિમાન બનાવનારી કોઈપણ કંપની લૉકહીડના યુદ્ધક અનુભવ તથા પરિચાલન ક્ષમતાની આસપાસ નથી. 

 ભારતને મળશે દુનિયાનું બેસ્ટ ફાઈટર જેટ  F-35! લૉકહી઼ડ માર્ટિને આપ્યું પ્રપોઝલ

વોશિંગટનઃ સુરક્ષા ક્ષેત્રની અમેરિકી કંપની લૉકહીડ માર્ટિને પોતાના એફ-35 વિમાનનું ઉત્પાદન ભારતમાં તેની વાયુસેનાની જરૂરીયાત અનુરૂપ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. કંપનીના ઉપાધ્યક્ષ વિવેક લાલે કહ્યું "અમારી યોજના આંતરરાષ્ટ્ર્રીય યુદ્ધક વિમાન નિર્માણ ક્ષેત્રના શબ્દકોષમાં બે નવા શબ્દ ભારત અને વિશેષ" જોડવાની છે. તમણે જણાવ્યું કે, ભારતને ધ્યાનમાં રાખીને ભારતમાં લડાકું વિમાનનું ઉત્પાદન વિશિષ્ઠ હશે. કાંઈક એવું કે જે અત્યાર સુધી કોઈપણ લડાકું વિમાનના ઉત્પાદકે પ્રસ્તુત ન કર્યું હોય. 

લાલે કહ્યું કે, ભારત કેન્દ્રીત લડાકું વિમાનના કાર્યક્રમનો આકાર તથા તેની સંભાવના અને સફળતા ભારતીય ઉદ્યોગને અસામાન્ય રૂપે ઉત્પાદનનો ફાયદો ઉઠાવવાનો મોકો આપશે. આનાથી ભારતીય ઉદ્યોગને વિશ્વના સૌથી મોટા લડાકું વિમાન નેટવર્કથી જોડવાનો મોકો મળશે. 

લાલે વધુમાં જણાવ્યું કે, અમે એસેમ્બલી લાઈનથી વધુ બનાવવા માટે ઈચ્છુક છીએ. તેમણે દાવો કર્યો કે ચોથી પેઢીના લડાકું બનાવનારી કોઈપણ કંપની લૉકહીડના યુદ્ધક અનુભવ તથા પરિચાલન ક્ષમતાની આસપાસ નથી. ભારતને જે લડાકું વિમાનની ભલામણ કરવામાં આવી રહી છે તે સર્વશ્રેષ્ઠ લડાકું વિમાન છે. એક-35ના ત્રણેય મોડલ એક એન્જિન વાળા છે. ભારત કેન્દ્રીત પ્રસ્તાવિત યોજનાના ઉપયોગમાં આવનારી વધુમાં વધુ સિસ્ટમ એફ-22 અને એફ-35 માંથી શિખેલી વાતો પર આધારિત હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news