પીએમ મોદીની એક સલાહથી બનાસકાંઠાના ખેડૂતોના માથા પર લાગેલું કલંક દૂર થયું
Trending Photos
- 2016 માં પીએમ મોદીએ બનાસકાંઠાના ખેડૂતોને મધની ખેતીની કરવાની સલાહ આપી હતી
- તેમની સલાહને અનુસરીને આજે જિલ્લાના અનેક ખેડૂતો મધની ખેતી તરફ વળ્યાં છે
અલકેશ રાવ/બનાસકાંઠા :પીએમ મોદીને કારણે બનાસકાંઠાના ખેડૂતો દેશભરમાં ફેમસ થઈ ગયા છે. બનાસકાંઠા (banaskantha) જિલ્લો હવે મધની ખેતી માટેનું હબ બન્યું છે. તાજેતરમાં ‘મન કી બાત’ (man ki baat) કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ બનાસકાંઠા જિલ્લાના મધની ખેતી કરતા ખેડૂતોના વખાણ કર્યાં હતા. તેમને પ્રેરણા પૂરી પાડતા મધની ખેતી કરતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે. તો અન્ય ખેડૂતોને પણ મધની ખેતી કરવાની પ્રેરણા મળી છે.
બનાસકાંઠા જિલ્લા પર આમતો પછાતપણાનું કલંક લાગેલું છે. પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠાસૂઝ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) 2016માં ડીસામાં આવ્યા હતા, ત્યાં ત્યારે તેમણે જાહેર સભામાં બનાસકાંઠા (banaskantha) ના ખેડૂતોને અન્ય પારંપરિક ખેતીની સાથે મધની ખેતી કરવાનું પણ આહવાન કર્યું હતું. જેને લઈને જિલ્લાના અનેક ખેડૂતો બનાસ ડેરીમાંથી મધ ઉછેરની તાલીમ લઈને મધની ખેતી (honey farming) તરફ વળ્યા હતા. જેથી મધની ખેતી કરતાં જિલ્લાના અનેક ખેડૂતો આજે લાખોમાં કમાણી કરી રહ્યા છે અને તેમને મધની ખેતીમાં મહારથ હાંસલ કરી છે. જેને લઈને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ‘મનકી બાત’માં મધની ખેતી કરતાં બનાસકાંઠાના ખેડૂતોની વાત કરતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. જેથી હવે અનેક ખેડૂતોને પ્રેરણા મળી છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે મધની ખેતી કરવાનું મન બનાવી ચૂક્યા છે.
આ પણ વાંચો : રાજકોટના બે પરિવારની ધુળેટી માતમમાં ફેરવાઈ, જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત થયું
મધની ખેતી કરનાર ખેડૂત પ્રકાશભાઈ જાટે જણાવ્યું કે, 2016માં મોદી સાહેબે મધની ખેતી કરવાનું આહવાન કરતાં મેં 10 બોક્સથી મધની ખેતી શરૂ કરી હતી. અત્યારે હું 1000 મધના બોક્સની ખેતી કરી રહ્યો છું અને વર્ષે 40 ટન મધ ઉત્પાદન કરું છું. આજે મનકી બાતમાં પ્રધાનમંત્રીએ અમારા ખેડૂતો (gujarat farmers) ની વાત કરીને અમારો જુસ્સો વધાર્યો છે.
આ પણ વાંચો : મોરવા હડફ પેટાચૂંટણીમાં સીધી જંગ : ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને મેદાને ઉતાર્યાં
તો અન્ય એક ખેડૂત ભમરાજી જાટે કહ્યું કે, અમારા ગામના અનેક ખેડૂતો મધની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. મનકી બાતમાં પ્રધાનમંત્રીએ તેમના વખાણ કર્યા છે હું પણ હવે મધની ખેતી કરીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે