બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી 'પિતા' માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી...જાણો શું છે મામલો

Uttar Pradesh News: મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી, લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય.

બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી 'પિતા' માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી...જાણો શું છે મામલો

મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી, લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય. આવો જ કઈક મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવથી સામે આવ્યો છે. અહીં બેહટા મુજાવર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રમેશચંદ્ર સાહનીના પરિવારે 500-500ની નોટોના બંડલ સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો. બસ  પછી શું...ફોટો વાયરલ થયો અને એસપીએ તેને ગંભીરતાથી લઈ લીધો. ત્યારબાદ તત્કાળ રમેશચંદ્ર સાહનીને લાઈન અટેચ કરીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું. 

વાત જાણે એમ છે કે રમેશચંદ્ર સાહનીના પરિવારનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. ફોટામાં જોઈ શકાય છે કે તેમના બે બાળકો બેડ પર 500-500ની નોટોના બંડલો સાથે જોવા મળી રહ્યા છે. બાળકોની સાથે ફોટામાં તેમની પત્ની પણ જોવા મળે છે. આ લોકોએ નોટોના બંડલોને બેડ પર પાથરી દીધા અને તેની સાથે ફોટો પડાવ્યો અને આ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. ફોટો વાયરલ થતા જ પોલીસ બડામાં હડકંપ મચી ગયો. એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ તત્કાળ પ્રભાવથી રમેશચંદ્ર સાહનીને લાઈન  હાજર કરીને સીઓ બાંગરુમઉ પંકજ સિંહને તપાસના આદેશ આપ્યા. 

વાયરલ ફોટામાં જોઈ શકાય છે કે નોટોની કુલ 29 થોકડી છે. જે લગભગ 14 લાખ હોવાનું મનાઈ રહ્યું છે. રમેશચંદ્ર સાહની બે વર્ષ પહેલા હરદોઈથી ટ્રાન્સફર થઈને ઉન્નાવ આવ્યા હતા. તત્કાલિન એસપી આનંદ કુલકર્ણીએ તેમને બેહટા મુજાવર પોલીસમથકનો કાર્યભાર સોંપ્યો હતો. આ બે વર્ષમાં એવી અનેક ઘટનાઓમાં તેમની બેદરકારી પણ જોવા મળી પરંતુ તેમના પર કાર્યવાહી થઈ નહી. ક્ષેત્ર અને પોલીસ બેડામાં આ ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો. જો કે રમેશચંદ્ર સાહનીએ તેના પર સ્પષ્ટતા આપતા કહ્યું કે આ ફોટો 14 નવેમ્બર 2021ના રોજ લેવાયો હતો. તેમણે પોતાની એક કૌટુંબિક સંપત્તિ વેચી હતી જેના પૈસા મળ્યા હતા. 

બીજી બાજુ બાંગરમઉ સીઓ પંકજ સિંહે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશન ઈનચાર્જ રમેશચંદ્ર સાહનીના પરિવારનો ફોટો જોવા મળ્યો છે. ફોટામાં તેમની પત્ની અને બાળકો નોટોના બંડલ સાથે જોવા મળે છે. હાલ એસપીએ તેમને લાઈન હાજર કર્યા છે અને પૈસા અંગે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. મને તપાસ સોંપાઈ છે. જલદી રમેશચંદ્ર સાહની પાસે પૈસા અંગે પૂછપરછ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news