સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત આતંકી ષડયંત્ર? પાટા પર કોણે મૂક્યો હતો બોલ્ડર? IB પણ તપાસમાં જોડાઈ

શુક્રવારે મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ ટ્રેન સંખ્યા 19168 સાબરમતી એક્સપ્રેસ (વારાણસી-અમદાવાદ)ના ડબ્બા કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ખડી પડ્યા. આ ઘટનામાં જો કે કોઈ જાનમાલની હાનિના સમાચાર આવ્યા નથી એ રાહતની વાત છે.

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત આતંકી ષડયંત્ર? પાટા પર કોણે મૂક્યો હતો બોલ્ડર? IB પણ તપાસમાં જોડાઈ

શુક્રવારે મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ ટ્રેન સંખ્યા 19168 સાબરમતી એક્સપ્રેસ (વારાણસી-અમદાવાદ)ના 22 ડબ્બા કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ખડી પડ્યા. આ ઘટનામાં જો કે કોઈ જાનમાલની હાનિના સમાચાર આવ્યા નથી એ રાહતની વાત છે. અકસ્માત બાદ મુસાફરોને લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી હતી. ભારતીય રેલવેએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે સાબરમતી એક્સપ્રેસ કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે એક બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ. કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 

આ દુર્ઘટના છે કે પછી કોઈક ષડયંત્ર? આવું એટલા માટે કારણ કે ગુપ્તચર એજન્સીઓને આમાં ષડયંત્રની ગંધ આવી રહી છે. જો કે પ્રાથમિક જાણકારી મુજબ સાબરમતી ટ્રેનના ડ્રાઈવરે લોકો પાઈલટે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે બોલ્ડર એન્જિન સાથે ટકરાયું હતું જેના કારણે એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબર રીતે પ્રભાવિત થયું હતું. ભારતીય રેલવેએ ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે. દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. 

— ANI (@ANI) August 17, 2024

રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને બસથી કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારી દુર્ઘટના સ્થળે અને નિયંત્રણ કાર્યાલયમાં હાજર છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન સંખ્યા 19168 ને રવાના કરી દેવાઈ છે. અકસ્માતના કારણે કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે. જ્યારે કેટલાકને ડાઈવર્ટ કરાઈ છે. 

Sharp hit marks are observed. Evidence is protected. IB and UP police are also working on it.

No injuries to passengers or staff. Train arranged…

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 17, 2024

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે આજે 2.35 વાગે કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન ટ્રેક પર કોઈ વસ્તુ સાથે અથડાયું. અથડામણના નિશાન પણ જોવા મળી રહ્યા છે. પુરાવા સાચવીને રખાયા છે. આઈબી અને યુપી પોલીસ પણ તેના પર કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. અમદાવાદ જઈ રહેલા મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. 

Indian Railways has issued Emergency Helpline Numbers:

— ANI (@ANI) August 17, 2024

બીજો અકસ્માત સીલીગુડી-રંગાપાણી વિસ્તારમાં થયો જ્યાં માલગાડી પાટા પરથી  ઉતરી ગઈ. માલગાડી ઈંધણ લઈને જઈ રહી હતી. આ અગાઉ પણ રંગાપાણીમાં 15 દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. તે પહેલા આ જ વિસ્તારમાં આ વર્ષે જૂન મહિનામાં કંચનજંઘા એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં 2 મહિનાની અંદર 3 ટ્રેન અકસ્માત થયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news