પહાડો પરથી સાક્ષાત મોત આવી રહ્યું છે! ઉત્તરાખંડ, હિમાચલમાં અનેક પહાડો તૂટ્યા, ખૌફનાક વીડિયો જુઓ
Uttarakhand Landslides : પહાડી રાજ્યોમાં તૂટી રહ્યા છે પહાડો.... વરસાદ પડતાં જ શરૂ થાય છે બેવડી આફત... ચોમાસામાં લોકોને ડરાવી રહ્યા છે પહાડો...
Trending Photos
Uttarakhand flash Floods : ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ચોમાસાની સિઝન ફરી એકવાર લોકો માટે મોટી આફત બની ગઈ છે... કેમ કે વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં મોટા-મોટા પહાડો તૂટીને રસ્તા પર આવવા લાગ્યા છે. જેના કારણે રસ્તો બંધ થઈ જાય છે અને લોકોની અવરજવર પણ મુશ્કેલી બની જાય છે. ત્યારે ઉત્તરાખંડમાં કેમ પહાડો તૂટવા લાગ્યા છે? અન્ય રાજ્યોમાં પહાડોને શું થયું છે? આ સવાલનો જવાબ જોઈશું આ રિપોર્ટમાં...
- પહાડી રાજ્યોમાં તૂટી રહ્યા છે પહાડો....
- વરસાદ પડતાં જ શરૂ થાય છે બેવડી આફત...
- ચોમાસામાં લોકોને ડરાવી રહ્યા છે પહાડો...
જી, હા.. આ એકદમ હકીકત છે. કેમ કે છેલ્લાં 10 દિવસમાં ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં કુદરતનો ક્રૂર મિજાજ જોવા મળ્યો છે કેમ કે ઠેર-ઠેર મોટા-મોટા પહાડો તૂટી પડવાની ઘટના સામે આવ્યા છે. જેણે લોકોની સાથે સાથે સરકારની ચિંતામાં પણ વધારો કરી દીધો છે.
આ દ્રશ્યો ઉત્તરાખંડમાં કુદરતના ક્રૂર મિજાજના છે. અહીંયા પિથૌરાગઢના ધારચુલા તવાઘાટ રસ્તા પર પહાડનો મોટો હિસ્સો ધડામ કરતો નીચે આવ્યો. સદનસીબે કોઈ વાહન કે માણસ તેની ઝપેટમાં આવ્યું નહીં. હાલ આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો.
- તૂટી રહ્યા છે પહાડો
- પહાડો પર આફતનો વરસાદ
- ઉત્તરાખંડ, હિમાચલમાં અનેક પહાડો તૂટ્યા
- પહાડો લોકો અને સરકારની વધારી રહ્યા છે ચિંતા
- પહાડો તૂટવા પાછળ કોણ છે જવાબદાર?
- આડેધડ વિકાસ હજુ વધુ વિનાશ નોંતરશે!
હિમાચલ પ્રદેશના શિમલામાં પણ પહાડો તૂટી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહાડનો મોટો ભાગ રસ્તા પર આવીને પડે છે. જેના કારણે રસ્તો બંધ થઈ જાય છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં.
આ તરફ જમ્મુ કાશ્મીરના પૂંછમાં પહાડનો મોટો હિસ્સો રસ્તા પર તૂટી પડ્યો. પહાડ તૂટતો હોય તેવો ડરામણો વીડિયો સામે આવ્યો છે. ઉત્તરાખંડમાં વરસાદ મોટું સંકટ લઈને આવ્યો છે. કેમ કે રોજેરોજ અહીંયા પહાડો તૂટી રહ્યા છે. ઉત્તરાખંડના જોશીમઠમાં પહાડનો મોટો ભાગ તૂટી પડ્યો તેનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બદ્રીનાથ જવાનો રસ્તો બંધ થતાં અનેક યાત્રાળુઓ અટવાઈ ગયા.
આ દ્રશ્યો કુદરતના ક્રૂર મિજાજની સાક્ષી પૂરી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ઉત્તરાખંડમાં એક પછી એક પહાડો તૂટી રહ્યા છે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર મોટો પહાડ તૂટી પડ્યો. જેના કારણે થોડીવારમાં આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું. જેને જોઈને આ નજારો કેમેરામાં કેદ કરનારા લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.
આ ખતરનાક દ્રશ્યો પણ ઉત્તરાખંડના જ છે. માત્ર જગ્યા બદલાઈ. જોશીમઠની પાસે સવારના સમયે આખો પહાડ પત્તાના મહેલની જેમ નીચે સરક્યો. જેના કારણે યાત્રાળુઓમાં નાસભાગ મચી ગઈ. આ દ્રશ્યો નજરે નિહાળનાર હાજર લોકોએ કહ્યું આ ભૂસ્ખલન નથી, સાક્ષાત મોત છે.
હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં પણ આવુ જ કંઈક થયું હતું. અહીંયા અચાનક મોટો પહાડ ધીમે-ધીમે કરતો નીચે આવી જાય છે. જેના કારણે હવામાં ઉંચે સુધી ધૂળનું આવરણ છવાઈ જાય છે. રામ રાખે તેને કોણ ચાખે એ પંક્તિ અહીં સાર્થક સાબિત થાય છે. કેમ કે ઉત્તરાખંડના ચમોલીમાં BROના કર્મચારીઓ કાટમાળને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતાં હતા. તે સમયે અચાનક પહાડનો મોટો ભાગ નીચે ધસી આવે છે. સદનસીબે તમામ કર્મચારીઓનો આબાદ બચાવ થાય છે.
ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે...
- પહાડી રાજ્યોમાં કેમ તબાહી મચાવી રહ્યા છે પહાડો?
- શું આ કુદરતનો માર છે કે પછી આંધળો વિકાસ જવાબદાર છે?
- જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા બતાવે છે કે વર્ષ 2015થી 2022ની વચ્ચે દેશમાં 3782 ભૂસ્ખલનની ઘટના બની
- જોકે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ભૂસ્ખલનની સૌથી વધુ ઘટના ઉત્તરાખંડમાં બની રહી છે
- ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનામાં વર્ષ 2015થી 2020ની વચ્ચે 2850 ટકાનો વધારો થયો છે
ઉત્તરાખંડ સહિત તમામ પહાડી રાજ્યોમાં ક્યાં સુધી પહાડો તૂટતાં રહેશે?... શું તેની પાછળ આડેધડ વિકાસ જવાબદાર છે... જેના માટે ઝડપથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે... જેના કારણે વારંવાર વિનાશની તસવીરો જોવી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે