ભારતીય સેનાના બહાદુર ડોગ માટે તૈયાર કરવામાં આવ્યું બુલેટ પ્રૂફ જેકેટ, મળશે આ આધુનિક સિસ્ટમ

મહત્વનું છે કે ભારતીય સેના પોતાના ડોગ યૂનિટનું ખુબ સારૂ ધ્યાન રાખે છે. કારણ કે મહત્વપૂર્ણ મિશનો પર આ ડોગ યૂનિટ સેનાની ખુબ મદદ કરે છે. 
 

ભારતીય સેનાના બહાદુર ડોગ માટે તૈયાર કરવામાં આવ્યું બુલેટ પ્રૂફ જેકેટ, મળશે આ આધુનિક સિસ્ટમ

નવી દિલ્હીઃ ભારતીય સેનાના (Indian Army) ડોગ યૂનિટને (army dogs) અપડેટ કરવમાં આવ્યા છે. આ યૂનિટનું નેતૃત્વ કરનાર લેફ્ટિનેન્ટ કોલોનલ વી કમલ રાજે ડોગ માટે એક ઓડિયો-વીડિઓ સર્વેલાન્સ સિસ્ટમ તૈયાર કરી છે. ઓપરેશનને અંજામ આપવાના હેતુથી ડોગ માટે બુલેટ પ્રુફ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. લેફ્ટિનેન્ટ કોલોનલ વી કમલ રાજે જણાવ્યું, 'અમે સેનાના ડોગને અનેક હેતુથી ટ્રેનિંગ આપીએ છીએ. તેથી અમારી તે જવાબદારી છે કે અમે તેને સુરક્ષા પ્રદાન કરીએ.'

મહત્વનું છે કે ભારતીય સેના પોતાના ડોગ યૂનિટનું ખુબ સારૂ ધ્યાન રાખે છે. કારણ કે મહત્વપૂર્ણ મિશનો પર આ ડોગ યૂનિટ સેનાની ખુબ મદદ કરે છે. 26/11 મુંબઈ હુમલામાં ઘણા લોકોના જીવ બચાવનાર ડોગી સીઝરને લોકો આજે પણ યાદ કરે છે. પરંતુ હવે સીઝર આ દુનિયામાં નથી. 11 વર્ષના બહાદુર ડોગ સીઝરે મુંબઈના વિરાર સ્થિત એક ફોર્મમાં હાર્ટ એટેકને કારણે છેલ્લા શ્વાસ લીધા હતા. 

26/11 હુમલા દરમિયાન આતંકીઓની માહિતી મેળવનાર ડોગ સ્ક્વોડનો તે છેલ્લો કુતરો હતો. આ પહેલા તેના બીજા સાથી ટાઇગર, સુલતાન અને મેક્સનું પણ મોત થઈ ચુક્યું છે. પોલીસ પ્રમાણે નિવૃત થયા બાદ સીઝર પશુ પ્રમી ફિજા શાહના વિવાર સ્થિત ફાર્મ હાઉસમાં રહેતો હતો. સારવાર બાદ તેનો ફાર્મ હાઉસ મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news