'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.

Updated By: Dec 25, 2019, 05:17 PM IST
'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

નવી દિલ્હી: વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે. તો બીજી તરફ લોકોને આ ફિલ્મના બીજા ગીત 'ગરમી (Garmi Song)'ના ટીઝરને ઉત્સાહિત કરી દીધા છે. 

આ ગીત આવતીકાલે રિલીઝ થવાનું છે. પરંતુ આ ગીત 'ગરમી (Garmi Song)'એ પોતાના નામ અનુસાર અત્યારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે. ગીતના ટીઝને શેર કરતાં નોરા ફતેહીએ આ જાણકારી આપી છે કે ગીત ગુરૂવારે રિલીઝ કરવામાં આવશે. જુઓ ટીઝર...

ટીઝરથી સ્પષ્ટ થાય છે કે આ ગીતમાં હવે નોરા ફતેહી અને વરૂણ ધવનનો જોરદાર ડાન્સ જોવા મળશે. પોસ્ટરમાં બંને સ્ટાર ખૂબ ગજબ અંદાજમાંન જોવા મળી રહ્યા છે. આ ગીતને બાદશાહ અને નેહા કક્કડે પોતાનો અવાજ આપ્યો છે. તો સ્પષ્ટ થાય છે કે કે આ ગીત હવે આ ન્યૂ ઇયરની પાર્ટીઝનો જીવ બનાવવા માટે તૈયાર છે. 

તમને જણાવી દઇએ કે 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'એબીસીડી'નો ત્રીજો ભાગ છે. તેનો બીજો પાર્ટ 2015માં રિલીઝ થયો હતો. 'સ્ટ્રીટ ડાન્સર 3ડી'માં ફિલ્મ ફેન્ચાઇઝીના જૂના કલાકકોર સાથે ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. 

ફિલ્મનું નિર્દેશન મશહૂર કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂજાએ કર્યું છે. આ ફિલ્મ ટી સીરીઝના બેનર હેઠળ બની છે. ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.