ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી

‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા....’ ની તર્જ પર કચ્છનો  પર્યટક સ્થળ તરીકે થયેલા વિકાસની દુનિયા ભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે વધુ એક પ્રદેશ કચ્છના રણોત્સવ (kutch rann utsav) થી પ્રેરણા લઈ મહોત્વનું આયોજન કરવા જઈ રહ્યું છે. રણોત્સવની થીમ પર ભગવાની શિવની નગરીમાં કાશી મહોત્સવનું આયોજન કરાશે. તંત્રએ ગંગા કિનારે કાશી મહોત્સવ (kashi mahotsav) નું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે. ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટી (tent city) બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે. જેના માટે ગત મહિને સર્વે પૂર્ણ કરી મંજૂરી માટે ફાઇલ કલેક્ટરને મોકલી દેવામાં આવી છે.
ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી

ઝી મીડિયા/બ્યૂરો :‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા....’ ની તર્જ પર કચ્છનો  પર્યટક સ્થળ તરીકે થયેલા વિકાસની દુનિયા ભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે વધુ એક પ્રદેશ કચ્છના રણોત્સવ (kutch rann utsav) થી પ્રેરણા લઈ મહોત્વનું આયોજન કરવા જઈ રહ્યું છે. રણોત્સવની થીમ પર ભગવાની શિવની નગરીમાં કાશી મહોત્સવનું આયોજન કરાશે. તંત્રએ ગંગા કિનારે કાશી મહોત્સવ (kashi mahotsav) નું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે. ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટી (tent city) બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે. જેના માટે ગત મહિને સર્વે પૂર્ણ કરી મંજૂરી માટે ફાઇલ કલેક્ટરને મોકલી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, ગત વર્ષે પણ રણોત્સવની થીમ પર ઓરિસ્સામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. કચ્છનુ સફેદ રણ (kutch white desert)  લાખો પર્યટકને આકર્ષી શકે છે તે વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાણતા હતા. તેથી તેઓએ 2007માં રણોત્સવ (rann utsav) ની શરૂઆત કરી હતી. જેમાં દર વર્ષે ધોરડોમાં તૈયાર કરાયેલ ટેન્ટ સિટીમાં રણોત્સવનું આયોજન થાય છે. જેમાં દેશ-વિદેશથી લાખો પર્યટકો ધોરડોના સફેદ રણને જોવા આવે છે. જેનાથી પ્રેરણા લઈ અન્ય રાજ્ય પણ રણોત્સવની થીમને અપનાવી રહ્યા છે.

હથેળીમાં સમાઈ જાય તેટલા વજનનું બાળક સુરતમાં જન્મ્યું

ધર્મ તેમજ સંસ્કૃતિની નગરી કાશીમાં મુસાફરો વધારો કરવા માટે ગંગા પાર રેતીમા રણ મહોત્સવ ઉજવવામાં આવશે. તેનો પ્રસ્તાવ શાસનને મોકલવાની સાથે ત્રણ વિભાગોને તેની જવાબદારી આપવામાં આવી છે. કાશીમાં હેવ ટેન્ટ સિટી પણ હશે, અને સંસ્કૃતિ વિભાગ તરફથી ખુલ્લામાં વિવિધ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવશે. વારાણસી વિકાસ સંસ્થાન દ્વારા જગ્યાનો સરવે કરવામાં આવ્યો છે. કછુઓ સેન્ચ્યુરી પૂરી થયા બાદ સમગ્ર વિસ્તારને રણ મહોત્સવ માટે પસંદ કરાયો છે. તેમાં લગભગ 450 હેક્ટર ભૂમિ પર મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 

સ્વ.વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો કહ્યાં, નરેશ પટેલને કોંગ્રેસી ગણાવ્યા.. વાયરલ ઓડિયોમાં બીજું શું? 

કાશીમાં ધાર્મિક આયોજનો, મેળા તેમજ પર્વ ઉત્સવોની સાથે જ રામનગરની વિશ્વ પ્રસિદ્ધ રામલીલાને કેન્દ્રમાં રાખીને રણ મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. તે શરદીય નવરાત્રિથી વાસંતિક નવરાત્રિ એટલે કે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી માર્ચ-એપ્રિલ સુધી આયોજિત કરવામાં આવશે. આ સમયમાં દુર્ગોત્સવ, દશેરા, રામનગરની રામલીલા, ભરત મિલાપ, દીવાળી, દેવદિવાળી, મકરસંક્રાંતિ, પ્રયાગરાજ કુંભ વગેરે તહેવારો આવે છે. મહોત્સવનું કેન્દ્ર રાજઘાટ પુલથી લઈને રામનગર કિલ્લાની વચ્ચે અંદાજે સાત કિલોમીટર સુધી ફેલાયેલું હશે. 

આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ, 3.3 લાખ વોરિયર્સ રસી લેશે 

ટેન્ટ સિટીમાં ફાઈવ સ્ટાર સુવિધા 
ટેન્ટ સિટીથી બનારસ પહેલા જ પરિચિત છે. પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન એઢે ગામમાં 43 એકરમા ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. આવી જ રીતે રેતીમા ટેન્ટ સિટી બનાવવામાં આવશે. આ સ્થાઈ હશે, પરંતુ તેમાં સુવિધા ફાઈવ સ્ટાર હોટલ જેવી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news