Ladakh માં સહમતિ છતાં ભારતને ચીન પર ભરોસો નથી, લાંબી 'જંગ'ની તૈયારીમાં મોદી સરકાર
પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે ગત વર્ષથી શરૂ થયેલો સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. જો કે બંને દેશોએ તણાવ ઓછો કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે અને હાલમાં જ સૈન્ય કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત થઈ.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે ગત વર્ષથી શરૂ થયેલો સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. જો કે બંને દેશોએ તણાવ ઓછો કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે અને હાલમાં જ સૈન્ય કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત થઈ. વાતચીત દરમિયાન બંને દેશ ગોગરા પેટ્રોલિંગ પોઈન્ટથી સેનાઓ હટાવવા માટે તૈયાર થયા છે. પરંતુ આમ છતાં ભારતને ચીન પર ભરોસો નથી અને મોદી સરકાર હવે આ વિવાદનો અંત માનવામાં ઉતાવળ કરવા માંગતી નથી.,
લદાખમાં લાંબી 'જંગ'ની તૈયારીમાં મોદી સરકાર
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચીનની ગત હરકતોને જોતા નરેન્દ્ર મોદી સરકાર પૂર્વ લદાખમાં ચીન સાથે લાંબી 'જંગ' માટે તૈયાર છે. અરુણાચાલ પ્રદેશમાં વર્ષ 1986ના સુમદોરોંગ ચૂ સૈન્ય ગતિરોધને ઉકેલવામાં લગભગ 8 વર્ષનો સમય લાગ્યો હતો. જેને જોતા મોદી સરકાર પૂર્વ લદાખમાં વર્તમાન ગતિરોધ પર ભારતીય સ્થિતિને એકતરફી નબળી કર્યા વગર સૈન્ય વાર્તાના આગળના રાઉન્ડ માટે તૈયાર છે. આ સાથે જ ભારતીય સેના પૂર્વી ક્ષેત્ર પર બાજ નજર રાખી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'આ એક અંતહીન રાત છે.'
આ વિસ્તારોમાં આક્રમક મૂડમાં છે ચીની સેના
લદાખ કોર કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ પીજીકે મેનને કહ્યું કે ભારતીય દ્રષ્ટિકોરણ એ છે કે બંને સેનાઓ વચ્ચે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ. જેમાં દેપસાંગ બુલગે અને ગોગરા- હોટ સ્પ્રિંગ્સ સામેલ છે. જ્યાં પીએલએ આક્રમક મોડમાં છે.
કૂટનીતિ સૂચનો પર વિચાર નથી કરી રહી મોદી સરકાર
મોદી સરકાર ખુબ જ સ્પષ્ટ છે કે ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોની બહાલીનો રસ્તો પહેલા ડગલા તરીકે લદાખ એલએસીના પ્રસ્તાવથી થઈને જાય છે. 1980ના દાયકાને સમાંતર કૂટનીતિ સૂચનો આપવાના કોઈ પણ પ્રસ્તાવ પર મોદી સરકાર વિચાર કરી રહી નથી. જેમ કે- પૂર્વ લદાખમાં સૈન્ય ગતિરોધ દરમિયાન આર્થિક સંબંધો બહાલ કરવા. આવું એટલા માટે કારણ કે પીએલએ સંપૂર્ણ રીતે પૂર્વ લદાખમાં એલએસી પાર તૈનાત છે. આ ઉપરાંત ચીની એરફોર્સ ઉત્કૃષ્ટ ફાઈટર વિમાનો અને મિસાઈલ સિસ્ટમ સાથે પશ્ચિમી થિએટર કમાન્ડમાં પોતાના એરબેસને મજબૂત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે