એક મંદિર એવું.. જ્યાં મોટા મોટા નેતાઓને પણ પ્રવેશ કરતા લાગે છે જબરદસ્ત ડર!

આમ તો ભારતમાં અનેક મંદિરો છે. પરંતુ ઉત્તર પ્રદેશનું આ મંદિર તેની વિચિત્ર માન્યતાના કારણે ખુબ ખ્યાતિ પામ્યું છે. ઉત્તર પ્રદેશના કાનપુર યુનવર્સિટી પાછળ આવેલું આ એક અનોખુ મંદિર છે. જેના દ્વાર આમ તો સામાન્ય જનતા માટે સદા ખુલ્લા જ હોય છે. પરંતુ એવું કહેવાય છે કે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને અહીં આવવાની જરાય પરવાનગી નથી. આ મંદિરનું નામ ભ્રષ્ટ તંત્ર વિનાશક શનિ મંદિર છે. જે અંગત જમીન પર બનેલું છે. 
એક મંદિર એવું.. જ્યાં મોટા મોટા નેતાઓને પણ પ્રવેશ કરતા લાગે છે જબરદસ્ત ડર!

નવી દિલ્હી: આમ તો ભારતમાં અનેક મંદિરો છે. પરંતુ ઉત્તર પ્રદેશનું આ મંદિર તેની વિચિત્ર માન્યતાના કારણે ખુબ ખ્યાતિ પામ્યું છે. ઉત્તર પ્રદેશના કાનપુર યુનવર્સિટી પાછળ આવેલું આ એક અનોખુ મંદિર છે. જેના દ્વાર આમ તો સામાન્ય જનતા માટે સદા ખુલ્લા જ હોય છે. પરંતુ એવું કહેવાય છે કે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને અહીં આવવાની જરાય પરવાનગી નથી. આ મંદિરનું નામ ભ્રષ્ટ તંત્ર વિનાશક શનિ મંદિર છે. જે અંગત જમીન પર બનેલું છે. 

આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં રહેલી મૂર્તિઓ તર્કોના આધારે જ સ્થાપિત કરવામાં આવી છે. અહીં શનિદેવની 3 મૂર્તિઓ એક બીજાની સામે પીઠ કરેલી સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવી છે. 

ભ્રષ્ટ નેતાઓ પર શનિદેવની નજર
મંદિરનો રસપ્રદ પહેલું એ છે કે આ મંદિરમાં વર્તમાન અધિકારીઓ, મંત્રીઓ અને અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયધીશોની તસવીરો લગાવવામાં આવી છે. જેના પર શનિદેવની સીધી નજર રહે છે. એવું કહેવાય છે. આમ એટલા માટે કારણ કે તેઓ પોતાના કામમાં કોઈ ત્રુટિ ન કરે.  મંદિરમાં મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને દેશના વડાપ્રધાનની પણ તસવીર છે. 

આ મંદિરમાં મોટા મોટા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મંદિરમાં દેશના ભ્રષ્ટ જનપ્રતિનિધિઓ અને ભ્રષ્ટ નોકરશાહોના પ્રવેશ પર પ્રતિબંધ છે. તમામ ભક્તોની શનિદેવને પ્રાર્થના હોય છે કે તેઓ ભ્રષ્ટ લોકો પર પોતાની નજર વાંકી કરે અને તેમને સદબુદ્ધિ આપે. મંદિરમાં શનિદેવની સાથે સાથે હનુમાન અને બ્રહ્માજીની પણ મૂર્તિઓ છે. 

આ મંદિરમાં પ્રસાદ ચઢાવવાનો, ફૂલ તોડીને અર્પણ કરવાની મનાઈ છે. ફક્ત લવિંગ, કાળા મરી અને ઈલાયચી જ ચઢાવી શકાય છે. લાઉડ સ્પીકર, ઘંટના અવાજની મનાઈ છે. માટીના દીવામાં સરસવના તેલથી દીવો કરી શકાય છે. દારૂ અને તમાકુના સેવન કરનારાઓને અંદર આવવાની મંજૂરી નથી. 

રસપ્રદ વાત એ છે કે આ મંદિરમાં હવે લોકોની આસ્થા વધી રહી છે. ચારેબાજુથી હતાશ અને નિરાશ થયેલા લોકો અહીં આવીને શનિદેવ પાસે ન્યાય માટે પોકાર લગાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news