રાજસ્થાન: માથાભારે લોકોએ પૂજારીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા, સારવાર દરમિયાન મૃત્યુ

રાજસ્થાન (Rajasthan) ના કરૌલીમાં એક મંદિરના પૂજારી પર પેટ્રોલ છાંટીને જીવતા બાળી મૂકવાનો હિચકારો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે કરૌલીના સપોતરા વિસ્તારના બૂકના ગામમાં મંદિરની જમીનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી  લીધુ અને ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીનું જયપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ અગાઉ પૂજારીના નિવેદન બાદ ગુરુવારે સપોતરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. 

Updated By: Oct 9, 2020, 02:43 PM IST
રાજસ્થાન: માથાભારે લોકોએ પૂજારીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા, સારવાર દરમિયાન મૃત્યુ

આશીષ ચતુર્વેદી/કરૌલી: રાજસ્થાન (Rajasthan) ના કરૌલીમાં એક મંદિરના પૂજારી પર પેટ્રોલ છાંટીને જીવતા બાળી મૂકવાનો હિચકારો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે કરૌલીના સપોતરા વિસ્તારના બૂકના ગામમાં મંદિરની જમીનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી  લીધુ અને ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીનું જયપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ અગાઉ પૂજારીના નિવેદન બાદ ગુરુવારે સપોતરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. 

Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ  કરી લીધી છે. કેસમાં સપોતરા પોલીસ પર બેદરકારી વર્તવાનો પણ આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે મંદિરની જમીનના વિવાદમાં બુધવારે સવારે પૂજારી બાબુલાલ દાઝી ગયા હતાં અને તેમને ગંભીર સ્થિતિમાં જયપુર રેફર કરાયા હતા. પીડિતનું સારવાર દરમિયાન જયપુરમાં મૃત્યુ થયું. પોલીસે જયપુર જઈને પૂજારી બાબુલાલના નિવેદન નોંધી તેના આધારે કેસ દાખલ કર્યો. 

લાલુ યાદવને ચાઈબાસા કેસમાં જામીન મળ્યા, છતાં પણ નહીં આવી શકે જેલમાંથી બહાર

અતિક્રમણ કરતા રોક્યા તો પેટ્રોલ છાંટીને લગાવી દીધી આગ
એફઆઈઆરમાં જણાવ્યું કે મંદિરની ભૂમિ પર કબજો જમાવવા આવેલા કૈલાશ પુત્ર કાડૂ મીણા, શંકર, નમો, રામલખન મીણા વગેરે છાપરા નાખતા હતાં. અતિક્રમણ કરતા રોક્યા તો તેમને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આગચંપીમાં પૂજારીનું શરીર અનેક જગ્યાએથી ઝૂલસી ગયું. પરિજનોએ પહેલા સપોતરા ચિકિત્સાલયમાં પૂજારીને દાખલ કર્યા પરંતુ સ્થિતિ ગંભીર થતા જયપુર રેફર કરાયા. જયપુરમાં સારવાર દરમિયાન ગુરુવારે સાંજે સાત વાગે પૂજારીનું મૃત્યુ થયું. 

AIIMSના ડિરેક્ટરની ચેતવણી....જો આમ થશે તો ખતરનાક સ્તરે જઈ શકે કોરોના વાયરસ!

મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ
આ બાજુ પોલીસે કેસ દાખલ થયા બાદ આરોપીઓની શોધ શરૂ કરી દીધી છે. આ કેસમાં એસપી મૃદુલ કચ્છાવાએ અડધા ડઝન લોકોની ટીમ બનાવીને આરોપીઓની શોધ આદરી ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી લીધી છે. મંદિરની જમીન પર કેટલાક લોકો કબજો જમાવી રહ્યા હતાં. જેને લઈને ઘણા સમયથી વિવાદની સ્થિતિ હતી. ગામવાળાઓએ આ મામલે પંચાયત પણ બોલાવી જેમાં પંચ પટેલોએ મંદિરની જમીન પર કબજો કરનારાઓને અતિક્રમણ નહીં કરવાનું અને કબજો હટાવી લેવા જણાવ્યું હતું. પરંતુ અતિક્રમણ કરનારાઓએ પંચ પટેલોની વાત ન માની. તેઓ આ જમીન પર છાપરા નાખીને કબજો જમાવી રહ્યા હતાં. પરિજનોનો આરોપ છે કે આરોપીઓએ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube